Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai slum redevelopment: મુંબઈ થશે `સ્લમ ફ્રી`: SRAનું ૨૦૩૦ સુધીમાં ૭ લાખ રિહેબિલિટેશન હૉમ બનાવવાનું લક્ષ્ય

Mumbai slum redevelopment: મુંબઈ થશે `સ્લમ ફ્રી`: SRAનું ૨૦૩૦ સુધીમાં ૭ લાખ રિહેબિલિટેશન હૉમ બનાવવાનું લક્ષ્ય

Published : 24 May, 2026 02:25 PM | Modified : 24 May, 2026 02:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai slum redevelopment: મુંબઈમાં ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવાનું અને ક્લસ્ટર પુનર્વિકાસ તેમજ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ થકી લગભગ ૩૦૦ હેક્ટર ઓપન સ્પેસ બનાવવાનું આયોજન છે.

મુંબઈનો સ્લમ વિસ્તાર (ફાઇલ તસવીર)

મુંબઈનો સ્લમ વિસ્તાર (ફાઇલ તસવીર)


નીતિ નિર્માતાઓએ જણાવ્યું છે કે દેશની દેશની આર્થિક રાજધાની મુંબઈ ૨૦૪૭ સુધીમાં `સ્લમ ફ્રી` (Mumbai slum redevelopment) બની શકે છે. મુંબઈમાં ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન ઘરો ઉમેરવાનું અને ક્લસ્ટર પુનર્વિકાસ તેમજ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ થકી લગભગ ૩૦૦ હેક્ટર ઓપન સ્પેસ બનાવવાનું આયોજન છે. તાજતેરમાં જ મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં આ રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં વરિષ્ઠ રાજકીય નેતાઓ અને સ્લમ પુનર્વસન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંકલિત પુનર્વિકાસ પ્રયાસો દ્વારા જમીન ખુલ્લી કરવી, કનેક્ટિવિટી સુધારવા અને શહેરના લાખો સ્લમ રહેવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે કાયદેસર, પ્રતિષ્ઠિત આવાસ પૂરા પાડવાની અપેક્ષા રાખવામાં આવી છે. આ કોન્ક્લેવમાં શિવસેના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે, મુંબઈના પાલક મંત્રી શ્રી આશિષ શેલાર અને SRAના CEO ડૉ. મહેન્દ્ર કલ્યાણકર ઉપસ્થિત રહ્યા હતા.

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)નું લક્ષ્ય શું છે?



આ કાર્યક્રમ (Mumbai slum redevelopment) માં ડૉ. કલ્યાણકરે જણાવ્યું હતું કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)નો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં લગભગ સાત લાખ પુનર્વસન આવાસ એકમો ઉમેરવાનો છે, જ્યારે ઓથોરિટીની રચના થયાના લગભગ અઢી દાયકામાં લગભગ ૨.૯ લાખ એકમો વિકસાવવામાં આવ્યા હતા. મુંબઈ માટે લાંબા ગાળાનું વિઝન રજૂ કરતાં ડૉ. કલ્યાણકરે જણાવ્યું હતું કે સતત ક્લસ્ટર રિડેવલપમેન્ટ અને એકત્ર આયોજન પ્રયાસો દ્વારા મુંબઈ ૨૦૪૭ સુધીમાં સ્લમ ફ્રી બની શકે છે.


ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે શહેરમાં અમલમાં મુકાયેલ પુનર્વિકાસ મોડેલ સમાવેશક છે, જેનો હેતુ સ્લમવાસીઓને સુધારેલી સિવિક સુવિધાઓથી સજ્જ કાયદેસર ઘર પૂરા પાડવાનો છે. આયોજિત શહેરી પરિવર્તનના સ્કેલ પર પ્રકાશ પાડતા ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈને પ્રોમેનેડ અને રેસકોર્સ જેવા વિકાસ પહેલ મોટા પાયે પ્રોજેક્ટ્સ દ્વારા લગભગ ૩૦૦ હેક્ટર ખુલ્લી જગ્યાઓ મળવાની અપેક્ષા છે.

ધારાવી (Mumbai slum redevelopment)નો ઉલ્લેખ કરીને ડૉ. કલ્યાણકરે સ્વચ્છતાના ગંભીર પડકારો તરફ ધ્યાન દોર્યું હતું. કે જ્યાં કેટલાક વિસ્તારોમાં તો એક જ શૌચાલયનો ઉપયોગ લગભગ હજાર રહેવાસીઓ કરે છે. તેમણે કહ્યું કે ધારાવીમાં લગભગ 1.5 લાખ પુનર્વસન એકમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ધારાવીના રહેવાસીઓની જીવનશૈલી સુધારી શકાય.


તેમણે વધુમાં જાહેરાત કરી કે ધારાવી એક્સપિરિયન્સ સેન્ટર આ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. SRAના પ્રમુખે મીઠી નદીના બ્યુટીફિકેશન માટેની યોજનાઓ અને ધારાવીના એરપોર્ટ, લાંબા ડિસ્ટન્સની રેલ સેવાઓ, ઉપનગરીય રેલ, મેટ્રો કોરિડોર અને BEST નેટવર્કને સંકલિત કરતા એક મુખ્ય મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરી રહેલા વિઝન વિશે પણ વાત કરી.

ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને SRA સહિત અનેક અધિકારીઓ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ક્લસ્ટર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચલાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રી શેલારે જણાવ્યું હતું કે ક્લસ્ટર પુનઃવિકાસ (Mumbai slum redevelopment)  માત્ર રહેઠાણની સ્થિતિમાં સુધારો કરી રહ્યો નથી પરંતુ સમગ્ર MMRમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચરલ પ્લાનિંગને પણ મજબૂત બનાવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK