મુંબઈગરાઓ માટે સારા સમાચાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના મૉન્સૂન સેશનના અંતિમ દિવસે કહ્યું હતું કે ‘મુંબઈની બધી જ લોકલ ટ્રેન ઍર-કન્ડિશન્ડ (AC) કરવાની વિનંતી રેલવેને કરવામાં આવી છે. એ માટે રેલવેએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. બીજું, એ લોકલ AC કરવામાં આવશે પણ એના ટિકિટભાડામાં વધારો નહીં કરવામાં આવે. પહેલાં મેટ્રો જેવા કોચ લોકલ ટ્રેનમાં લગાડવામાં આવશે. એમાં AC હોવાને કારણે દરવાજા પણ બંધ કરવામાં આવશે જેના કારણે લોકોના ટ્રેનમાંથી પડી જવાને કારણે થતા અકસ્માત અટકશે. વળી એમાં AC કોચ ભલે લગાડવામાં આવે તો પણ એના ભાડામાં વધારો ન કરાય એવી પણ માગણી રેલવે પાસે કરવામાં આવી છે.’
બીજી કઈ જાહેરાતો કરી મુખ્ય પ્રધાને?
ADVERTISEMENT
- મેટ્રો, મોનો, BEST અને વૉટર ટ્રાન્સપોર્ટ માટે એક જ યુનિવર્સલ ટિકિટની ગોઠવણ કરવામાં આવશે.
- મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં (MMR) કુલ ૧૪ મેટ્રો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
- વાઢવણ બંદરનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
- ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન ધારાવીમાં જ કરવામાં આવશે.
- ધારાવી એ માત્ર રહેવાની જગ્યા નથી, ઇકૉનૉમિક હબ છે.
- ધારાવી સંદર્ભે અદાણીને કોઈ પણ જમીન આપવામાં આવી નથી.
- ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સ અને બિઝનેસમેનને ધારાવીમાં જગ્યા મળશે.

