Mumbai Weather: સમગ્ર મુંબઈમાં હવામાન ચોખ્ખું તો રહેશે જ સાથે થોડા અઠવાડિયાંથી ભેજ અને ઉષ્ણતાથી વિપરીત એકદમ ઠંડું તાપમાન લોકોને બેટર ફિલ કરાવી રહ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાત કરીએ મુંબઈના આજના હવામાનની (Mumbai Weather). ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) જણાવે છે કે આજે શુક્રવારે મુંબઈ શહેર અને તેનાં ઉપનગરોમાં આકાશ મોટેભાગે સાફ જ રહેવાનું છે. સમગ્ર મુંબઈમાં હવામાન ચોખ્ખું તો રહેશે જ સાથે થોડા અઠવાડિયાંથી ભેજ અને ઉષ્ણતાથી વિપરીત એકદમ ઠંડું તાપમાન લોકોને બેટર ફિલ કરાવી રહ્યું છે.
હવામાન એજન્સી આઇએમડીએ (Mumbai Weather) આજે શહેર અને ઉપનગરોમાં આકાશ ચોખ્ખું રહેવાની માહિતી આપી છે. તાજેતરના વેધર રિપોર્ટ પર નજર કરવામાં આવે તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. કોલાબામાં 69 ટકાની ભેજ સાથે લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતા અનુસાર સાંતાક્રુઝ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા હતું.
ADVERTISEMENT
છેલ્લા ચોવીસ કલાકમાં રત્નાગીરીમાં 55 ટકા ભેજ સાથે લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને વરસાદ જોવા નથી મળ્યો. આ ઉપરાંત, પશ્ચિમ મહારાષ્ટ્ર પટ્ટાની વાત કરીએ તો સતારામાં લઘુત્તમ તાપમાન (Mumbai Weather) 15 ડિગ્રી સેલ્સિયસ અને 53 ટકા ભેજ સાથે ધુમ્મસવાળું હવામાન નોંધાયું હતું. મહાબળેશ્વર સૌથી વધારે ઠંડુ હિલ સ્ટેશન બની રહ્યું છે. જ્યાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને કોઈ વરસાદ નોંધાયો ન હતો.
મુંબઈમાં AQI 160ને પાર
એકબાજુ મુંબઈમાં હવામાન (Mumbai Weather) ગમે એવું છે ત્યારે આજે ફરી એકવાર ધુમ્મસભરી સુંદર સવાર મુંબઈગરાને અનુભવવા મળી. પણ, એની સાથે હવાની ગુણવત્તા બગડતી જતી હોવાની ચિંતા પણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સમીર ઍપ દ્વારા મુંબઈના હવામાન રિપોર્ટમાં જણાવાયું છે કે મુંબઈની હવાની ગુણવત્તા 160ના એક્યુઆઈ સાથે `મધ્યમ` શ્રેણીમાં આવી ગઈ છે. આ સાથે જ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે શિયાળો નજીક આવતાં AQI વધુ ખરાબ થવાની સંભાવના છે. જેમ જેમ દેશમાં શિયાળાનો પગપેસારો થઇ રહ્યો છે તેમ તેમ મુંબઈમાં હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે. ખાસ કરીને નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સતત AQI ગગડી રહ્યો છે. આનું કારણ વાતાવરણમાં થયેલ ભેજ અને પવનનો ઘટાડો. કાંદિવલી પૂર્વ 123 અને પવઈ 143 સાથે નબળી રેન્જમાં છે. મુલુંડ વેસ્ટ 153, બોરીવલી ઇસ્ટ 160 અને જોગેશ્વરી 163 એકયુઆર ધરાવે છે. આમ, મુંબઈનો મોટાભાગનો વિસ્તાર ધુમ્મસની ચાદર હેઠળ ઢંકાયેલો રહ્યો છે. એક્યુઆઈ ધોરણો અનુસાર 0-50 વચ્ચેના આંકડાને સારા, 51-100ને મધ્યમ, 101-150ને ખરાબ, 151-200 ખરાબ ગણવામાં આવે છે અને 200થી ઉપર જો એકયુઆઈ જાય તો તે ગંભીર અથવા જોખમી માનવામાં આવે છે. મુંબઈના ઘણા વિસ્તાર જોખમી AQI કેટેગરીમાં આવી જ ગયા છે.


