સિંધુદુર્ગના કણકવલીમાં એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરો શિવસેના (UBT)ના ઉમેદવાર સંદેશ પારકરનો પ્રચાર કરે એ કેવું કહેવાય?
નીતેશ રાણે
રાજ્યના પ્રધાન અને કોકણના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘એકનાથ શિંદેએ શિવસેનામાં કાર્યકરોને અન્યાય થાય છે એમ કહીને બળવો કર્યો હતો. હવે સિંધુદુર્ગના કણકવલીમાં એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરો શિવસેના (UBT)ના ઉમેદવાર સંદેશ પારકરનો પ્રચાર કરે એ કેવું કહેવાય? આને કારણે ૨૦૨૨માં જ્યારે એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો એ અજુગતું લાગી રહ્યું છે.’


