મહિલા એક કેસ માટે પોતાનું નિવેદન નોંધાવવા પોલીસ-સ્ટેશન ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લામાં એક કૉન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાલઘર રૂરલ પોલીસના એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ૪૦ વર્ષના કૉન્સ્ટેબલે એક મહિલા પર ગયા અઠવાડિયે કાસા પોલીસ-સ્ટેશનની અંદર બળાત્કાર કર્યો છે. એ મહિલા એક કેસ માટે પોતાનું નિવેદન નોંધાવવા પોલીસ-સ્ટેશન ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે કૉન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધીને રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


