Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પેટ્રોલ ૮૭ પૈસા ને ડીઝલ ૯૧ પૈસા વધુ મોંઘાં થયાં

પેટ્રોલ ૮૭ પૈસા ને ડીઝલ ૯૧ પૈસા વધુ મોંઘાં થયાં

Published : 24 May, 2026 07:04 AM | Modified : 24 May, 2026 07:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯ દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે ત્યારે ભારતે કૂટનીતિ અપનાવીને અનેક પ્રયાસો કર્યા હોવા છતાં આખરે ઈંધણના ભાવમાં સતત ત્રીજી વખત વધારો કરવાની ફરજ પડી છે. શનિવારે સવારે ૬ વાગ્યાથી પેટ્રોલના દરમાં ૮૭ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૯૧ પૈસાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે

છેલ્લા ૯ દિવસમાં આ ત્રીજી વખત ઈંધણના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલાં સરેરાશ ૩ રૂપિયાનો અને પછીથી સરેરાશ ૯૦ પૈસાનો વધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો હતો.



આપદા મેં અવસર શોધનારાઓનું આવી બનશે : દેવેન્દ્ર ફડણવીસ
કપરી પરિસ્થિતિને કારણે આખો દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ‘આપદા મેં અવસર’ શોધનારા એટલે કે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવનારા બ્લૅક માર્કેટિંગ કરી રહ્યા છે અને ગૅસ-સિલિન્ડર ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પણ સ્ટૉક કરીને એના દ્વારા કમાણી કરી રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો ઇશારો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.  


પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
વિસ્તાર    પેટ્રોલ    ડીઝલ
મુંબઈ    ૧૦૮.૪૯    ૯૫.૦૨
નવી મુંબઈ    ૧૦૮.૫૮    ૯૫.૧૬
થાણે    ૧૦૮.૬૫    ૯૫.૨૧

MNSનો પેટ્રોલના ભાવવધારા સામે ભાંડુપમાં અનોખો વિરોધ - વાહનચાલકોને મેલડી વહેંચીને કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર


દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈ કાલે ફરી એક વાર વધારો નોંધાતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ભાંડુપમાં આવેલા એક પેટ્રોલ-પમ્પ પર અનોખું વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ઈંધણના સતત વધતા જતા ભાવ સામે નારાજગી વ્યક્ત કરવા માટે MNSના કાર્યકરોએ પેટ્રોલ-પમ્પ પર વાહનચાલકોને મેલડી ચૉકલેટનું વિતરણ કર્યું હતું. આ અનોખો અને કટાક્ષયુક્ત વિરોધ હાલમાં સ્થાનિક લોકો અને સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

દેખાવો દરમ્યાન પત્રકારો સાથે વાતચીત કરતાં MNSની વિદ્યાર્થી સેનાના એક કાર્યકરે કહ્યું હતું કે ‘દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં દેશને સંબોધિત કરતી વખતે લોકોને પેટ્રોલ અને ડીઝલ સહિતના ઈંધણનો વપરાશ ઓછો કરવાની સલાહ આપી હતી. જોકે તાજેતરમાં વાઇરલ થયેલા વિડિયોમાં બીજા દેશનાં મહિલા વડા પ્રધાનને મેલડી ચોકલેટ આપતા જોવા મળ્યા હતા જેનાથી સ્પષ્ટ દેખાય છે કે વડા પ્રધાન પોતે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા નથી. બીજી તરફ સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. અમે નાગરિકોને મેલડી ચૉકલેટ એટલા માટે આપી છે કે તેમણે માત્ર ચૉકલેટ ખાવાની છે અને સરકારને દેશની મોંઘવારી વિશે બીજા કોઈ સવાલ પૂછવાના નથી.’

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK