આ કેસમાં સંડોવાયેલા ૩૩ વર્ષના મોહમ્મદ રઈસની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાંથી પોલીસે શનિવારે લગભગ ૩.૩ લાખ રૂપિયાનું પ્રતિબંધિત કફ સિરપ જપ્ત કર્યું છે અને આ કેસમાં સંડોવાયેલા ૩૩ વર્ષના મોહમ્મદ રઈસની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ કલ્યાણમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલ નજીક પોલીસની પૅટ્રોલિંગ ટીમે બાઇક પર શંકાસ્પદ રીતે ફરતી એક વ્યક્તિને આંતરી હતી. પોલીસે ટૂ-વ્હીલરની તપાસ કરી તો એમાંથી સ્વાસ્થ્ય માટે જોખમી અને સરકાર દ્વારા પ્રતિબંધિત કોડીન ઘટક ધરાવતા કફ સિરપની ૪૦૦ બૉટલ મળી આવી હતી. આ પ્રકારના કફ સિરપનો ઘણી વાર દુરુપયોગ થાય છે. જપ્ત કરાયેલા કફ સિરપની કિંમત લગભગ ૩.૩ લાખ રૂપિયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.


