થાણેની લૅબોરેટરી ફર્મની મહિલા કર્મચારીનું જબરું કારસ્તાન
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં વાગળે એસ્ટેટમાં આવેલી એક લૅબોરેટરી ફર્મની કર્મચારી દ્વારા ૧.૯ કરોડ રૂપિયાની ઉચાપત થઈ છે. કંપનીએ એક મહિલા કર્મચારી પર ભરોસો રાખીને તેને કંપનીના કામકાજ માટે ૩ ક્રેડિટ કાર્ડ આપ્યાં હતાં. આ કર્મચારીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અંગત ખર્ચ માટે કર્યો હતો અને હિસાબમાં ગોટાળા કરીને કંપનીના નામે ખર્ચ બતાવ્યો હતો. ઇન્ટર્નલ ઑડિટ દરમ્યાન મહિલાનો આ કાંડ પકડાયો હતો.
થાણે પોલીસે બનાવની માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહિલા કર્મચારીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એક કાર, બે ટૂ-વ્હીલર, મોંઘાં કૉસ્મેટિક્સ, લિકર, કપડાં, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શૉપિંગ પાછળ તથા ફૉરેન ટ્રિપ્સ માટે ખર્ચ કર્યો હતો. કુલ ૧.૯ કરોડ રૂપિયાનો ગોટાળો કંપનીના ઇન્ટર્નલ ઑડિટ દરમ્યાન પકડાતાં મહિલા કર્મચારી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં
આવી નથી.

