કાઉન્સેલરે ખોટી રીતે પોતાને ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત હોવાનું કહીને સંસ્થાની જાણ વિના ૪૮,૮૬૬ રૂપિયા પડાવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ઍકૅડેમિક કાઉન્સેલર વિરુદ્ધ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવા બદલ અને સ્ટુડન્ટ્સના ડેટાનો દુરુપયોગ કરીને પૈસા પડાવવાના આરોપસર પોલીસે ગુનો નોંધ્યો છે.
નૌપાડા પોલીસે આપેલી માહિતી મુજબ સ્ટુડન્ટ્સને ઍનૅલિટિક્સ અને ટેક્નૉલૉજી ભણાવતા ઇન્સ્ટિટ્યૂટમાં જુલાઈથી નોકરી છોડી દીધી હોવા છતાં કાઉન્સેલરે સ્ટુડન્ટ્સનો સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું હતું. કાઉન્સેલરે ખોટી રીતે પોતાને ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત હોવાનું કહીને સંસ્થાની જાણ વિના ૪૮,૮૬૬ રૂપિયા પડાવ્યા હતા. એ ઉપરાંત સ્ટુડન્ટ્સના ડેટાનો દુરુપયોગ કરીને તેમની પાસેથી મોબાઇલ-લિન્ક્ડ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. તેણે સ્ટુડન્ટ્સને જાણ કરી નહોતી કે તે હવે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલો નથી. તેમને ગેરમાર્ગે દોર્યા હતા એથી સંસ્થાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


