સાકીનાકાના કૉન્ગ્રેસના નેતા નસીમ ખાનની ઑફિસની રેકી કરે રહેલી એક વ્યક્તિની તેમના સિક્યૉરિટી ગાર્ડે ફરિયાદ કરતાં પોલીસે તેને તાબામાં લઈને પૂછપરછ કરી હતી
કૉન્ગ્રેસના નેતા નસીમ ખાન
સાકીનાકાના કૉન્ગ્રેસના નેતા નસીમ ખાનની ઑફિસની રેકી કરે રહેલી એક વ્યક્તિની તેમના સિક્યૉરિટી ગાર્ડે ફરિયાદ કરતાં પોલીસે તેને તાબામાં લઈને પૂછપરછ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તે ફેરિયો હોવાનું અને આર્થિક મદદ મેળવવા નસીમ ખાનને મળવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
નસીમ ખાનની સાકીનાકામાં આવેલી ઑફિસની રેકી કરી રહેલા એ માણસે તેમના બૉડીગાર્ડ પાસેથી તેઓ શું કરે છે, ક્યાં જાય છે, ક્યારે જાય છે વગેરે જાણવાની કોશિશ કરી હતી. એથી સિક્યૉરિટી ગાર્ડે તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેનો મોબાઇલ અને બાઇક જપ્ત કર્યાં હતાં અને તેના સાગરીતને પણ ઝડપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ‘તે અને તેના બે સાથીઓ ૧૫ નવેમ્બરે જ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા છે અને તેઓ ફેરી કરે છે. તેમને નસીમ ખાન પાસેથી આર્થિક મદદ જોઈતી હતી એટલે તેમનો કૉન્ટૅક્ટ કરવા માગતા હતા.’
ગુરુવારે તેમની પૂછપરછ કર્યા બાદ ફરી ગઈ કાલે પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા.