Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે પોલીસ લાંચ લેતી વખતે પકડાયા

બે પોલીસ લાંચ લેતી વખતે પકડાયા

31 July, 2021 12:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ છપારિયા અને કૉન્સ્ટેબલ ઇકબાલ શેખની પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું એસીબીએ યાદીમાં જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈના બે પોલીસ અધિકારીઓને થાણેના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ ગુરુવારે લાંચ કેસમાં ઝડપ્યા હતા. સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ છપારિયા અને કૉન્સ્ટેબલ ઇકબાલ શેખની પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું એસીબીએ યાદીમાં જણાવ્યું હતું.
ઇકબાલ શેખે એક વ્યક્તિને પાનમસાલાનો તેનો વ્યવસાય ચાલુ રાખવાની પરવાનગી આપવા માટે ૪૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. ૨૦,૦૦૦ રૂપિયા મેળવ્યા બાદ તેણે સિનિયર અધિકારીઓ માટે ૨૫,૦૦૦ રૂપિયા સહિત બીજા ૩૨,૫૦૦ રૂપિયા માગ્યા હતા. તે વ્યક્તિએ ફરિયાદ નોંધાવતાં થાણે એસીબીએ છટકું ગોઠવીને ઇકબાલ શેખને લાંચ લેતાં ઝડપી લીધો હતો. ઉશ્કેરણી કરવા બદલ ઇન્સ્પેક્ટર જયરાજ છપારિયાની ધરપકડ કરાઈ હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK