મુંબઈ કોસ્ટલ રોડ કૉરિડોરના ભાગરૂપે ૪૫ મીટર પહોળા એલિવેટેડ રોડ માટે BMCએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) નીમવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે.
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની હદમાં આવતા દહિસર-વેસ્ટને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવતા ભાઈંદર-વેસ્ટ સાથે જોડતા એલિવેટેડ રોડના કામે વેગ પકડ્યો છે. મુંબઈ કોસ્ટલ રોડ કૉરિડોરના ભાગરૂપે ૪૫ મીટર પહોળા એલિવેટેડ રોડ માટે BMCએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) નીમવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. કામ શરૂ થયા બાદ ૪૨ મહિનામાં રોડ તૈયાર થવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે BMCએ બે વર્ષ પહેલાં કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરી હતી. ત્યાર બાદ હવે PMC માટે તૈયારી થઈ રહી છે. દહિસર-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા કાંદરપાડા મેટ્રો સ્ટેશનથી ભાઈંદર-વેસ્ટના સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ નજીક ઉત્તન રોડ સુધી એલિવેટેડ રોડ બનાવવાની યોજના છે.


