Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં બીજા તબક્કામાં વોટિંગના તમામ રેકૉર્ડ થઈ ગયા બ્રેક, ૬૮.૫૨ ટકા મતદાન

બિહારમાં બીજા તબક્કામાં વોટિંગના તમામ રેકૉર્ડ થઈ ગયા બ્રેક, ૬૮.૫૨ ટકા મતદાન

Published : 12 November, 2025 09:47 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ એક્ઝિટ પોલની સરેરાશમાં ૧૫૪ બેઠક સાથે NDAને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી, મહાગઠબંધનને મળશે ૮૩ સીટ

ઔરંગાબાદમાં એક ભાઈ વૃદ્ધ મહિલાને ઊંચકીને મત અપાવવા લઈ આવ્યા હતા.

ઔરંગાબાદમાં એક ભાઈ વૃદ્ધ મહિલાને ઊંચકીને મત અપાવવા લઈ આવ્યા હતા.


ગઈ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં ૨૦ જિલ્લાની ૧૨૨ સીટો પર કુલ ૬૮.૫૨ ટકા મતદાન થયું હતું. અનેક જગ્યાએ બૂથ પર લાંબી લાઇનો જોવા મળી હતી અને સુરક્ષાવ્યવસ્થા મજબૂત હોવા છતાં કેટલાંક બૂથો પર વિરોધી પાર્ટીઓ વચ્ચે અથડામણના કિસ્સાઓ બન્યા હતા. ક્યાંક મત આપવા માટે જબરદસ્ત ઉત્સાહ હતો તો કેટલાક વિસ્તારોએ લિટરલી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજમાં સૌથી વધુ ૭૭.૭૫ ટકા અને નવાદામાં સૌથી ઓછું ૫૭.૭૬ ટકા મતદાન થયું.



પૂર્ણિયામાં કેટલાંક બૂથો જનજાતીય થીમ પર શણગારવામાં આવ્યાં હતાં. ત્યાં લોકોનું સ્વાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું. 


કૈમુરમાં એક ગામમાં ૧૧૦ વર્ષનાં એક માજીને વોટ અપાવવા માટે પરિવારજનો ખાટલા પર ઊંચકીને લઈ આવ્યા હતા. 


ચૂંટણીના ચમકારા
 અરવલ ગામમાં વોટિંગ દરમ્યાન હાર્ટ-અટૅકથી એક પદાધિકારીનું મૃત્યુ થયું હતું. 
 બેતિયા ગામમાં પૈસા વહેંચી રહેલા RJDના બે સમર્થકોને ગામવાળાઓએ પકડી લીધા હતા અને પોલીસ બન્નેને પકડીને લઈ ગઈ હતી.
 બગહા ગામનાં ૧૯ બૂથોમાં માત્ર એક જ વોટ પડ્યો, લગભગ ૧૫,૦૦૦થી વધુ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 
 જમુઈ, નવાદા, શિવહર, બેલસંડ અને અરરિયામાં બૂથ પર થયાં છમકલાં. 
મોતિહારીમાં ૧૦ નકલી વોટરોને પકડવામાં આવ્યા.

ટૉપ ફાઇવ એક્ઝિટ પોલ

એજન્સી

NDA

મહાગઠબંધ

 અન્ય

મૅટ્રિઝ-IANS

147-164

70-90

0-7

પીપલ્સ ઇનસાઇટ

133-148

87-102

3-8

ચાણક્ય

130-138

100-108

3-5

ટાઇમ્સ નાઓ

143

95

5

ન્યુઝ 18

140-150

85-95

5-15

પોલ ઑફ પોલ્સ

154

83

6

NDA ૧૫૪ બેઠક સાથે મેળવશે સ્પષ્ટ બહુમતી, મહાગઠબંધનના ફાળે આવશે ૮૩ સીટ ઃ ૧૬ એક્ઝિટ પોલની સરેરાશનો આ છે વરતારો

ચૂંટણી પત્યા પછી એક્ઝિટ પોલનું રિઝલ્ટ પણ આવી ગયું છે. ૧૬ એજન્સીઓએ કરેલા પોલ ઑફ પોલ્સમાં એટલે કે બધાની સરેરાશમાં NDAને ૧૫૪ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન છે. મહાગઠબંધનને ૮૩ બેઠકો અને અન્યના ખાતામાં ૬ સીટો જાય એવી સંભાવના છે. પહેલી વાર ચૂંટણીમાં ઊતરેલા પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની અસર ખાસ ઊભી કરી નહીં શકે એવું અનુમાન છે. તેમને માત્ર ત્રણથી પાંચ બેઠકો જ મળે એવું મનાય છે. લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં NDAને ૧૨૫ અને મહાગઠબંધનને ૧૧૦ સીટો મળી હતી એ મુજબ જોઈએ તો આ વખતે NDAને ૨૯ સીટોનો ફાયદો થશે અને મહાગઠબંધનને ૧૮ સીટોનું નુકસાન થશે એવું મનાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2025 09:47 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK