Bihar: પત્નીના ભાગના દૂધની પતિએ ચા બનાવી હતી. ત્યારબાદ પત્ની અને પતિ વચ્ચે ઝગડો થયો હતો. ત્યારબાદ પત્નીએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હતી.
દૂધ અને ચાની પ્રતીકાત્મક તસવીર
Bihar: શુક્રવારે મોડી રાત્રે ભોજપુર જિલ્લાના સંદેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં દેઉવાર ગામમાં એક મહિલાનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક 23 વર્ષીય ખુશ્બુ કુમારી સંદેશ પોલીસ સ્ટેશન વિસ્તારના દેઉવાર ગામના રહેવાસી પુરુષોત્તમ ગોસ્વામીની પત્ની હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ અરાહની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આ સાથે જ એવું જાણવા મળી રહ્યું છે કે મહિલાએ નજીવી તકરારમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુસ્સામાં પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. અહીં મૃતકના પતિ પુરુષોત્તમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તે ઘણીવાર નાની-નાની વાત પર ઝઘડો કરતી હતી અને ગુસ્સામાં તે ચાર કલાક સુધી રૂમનો દરવાજો બંધ કરી દેતી હતી. તે ઉત્તર પ્રદેશના જૌનપુર (Bihar)માં આરોગ્ય વિભાગ હેઠળની એક NGOમાં કામ કરે છે અને ત્યાં તેની પત્ની સાથે રહે છે. તે 11 નવેમ્બરે દિવાળી અને છઠના તહેવારની ઉજવણી કરવા માટે ગામમાં પાછો ફર્યો હતો.
ADVERTISEMENT
પત્ની માટે રાખેલ દૂધમાંથી ચા બનાવી પતિએ
મળતી માહિતી અનુસાર આ દંપત્તિની લગ્નની વર્ષગાંઠ 21 નવેમ્બરે હતી. વર્ષગાંઠની ઉજવણી કરીને પતિનો પત્ની સાથે પાછા જૌનપુર (Bihar) જવાનો પ્લાન હતો. આ પછી તે 21મી નવેમ્બરના રોજ તેની પત્ની સાથે કરવતના માર્કેટિંગ માટે પણ આવ્યો હતો અને રાત્રે ગામ પાછો ફર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તેમની પત્નીએ પણ કેક કાપી હતી. તેઓના ઘરમાં દરેક વ્યક્તિ દરરોજ એક ગ્લાસ દૂધ પીવે છે. ગુરુવારે રાત્રે પણ બધાએ દૂધ પીધું હતું. પરંતુ તેની પત્નીએ પોતાના ભાગનું દૂધ પીધું નહોતું.
આ જ કારણોસર પત્નીના ભાગનું દૂધ ફ્રીજમાં રાખવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે જ્યારે પતિ જાગ્યો ત્યારે તેણે પત્નીના અડધા ભાગના દૂધની ચા બનાવી. ત્યારબાદ જ્યારે પત્ની જાગી તો તેણે અપશબ્દો બોલવાના શરૂ કર્યા અને પૂછ્યું કે તેના ભાગના દૂધમાંથી ચા કેમ બનાવી?
આ જ વાતને લઈને ગુસ્સે થઈને પત્ની રૂમમાં ચાલી ગઈ. અને દરવાજો બંધ કરી દીધો. પતિએ વિચાર્યું કે તે ઘણીવાર ગુસ્સે થઈને ચાર કલાક સુધી રૂમનો દરવાજો બંધ કરી દે છે. આ પછી તે બહાર નીકળી જશે. પણ સાંજે જ્યારે પતિ ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે પત્નીએ દરવાજો ખોલ્યો નથી. જે બાદ તેઓએ બારીનો કાચ તોડ્યો હતો
ત્યારબાદ પતિને જાણવા મળ્યું હતું કે પત્નીની લાશ પંખા સાથે લટકેલી હતી. જે બાદ તેણે ફોન કરીને તેના ભાઈને આ અંગે જાણ કરી હતી. બિહાર (Bihar)ના સંદેશ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અવધેશ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ બિહાર (Bihar)નો મામલો આત્મહત્યાનો હોવાનું જણાય છે.