૨૩ ઑક્ટોબરે આ કેસની સુનાવણી પૂરી થઈ હતી અને ગઈ કાલે ICTએ જાહેર કર્યું હતું કે આ કેસમાં શેખ હસીનાને ૧૭ નવેમ્બરે નિર્ણય સંભળાવશે
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના પર ગયા વર્ષે ઢાકામાં થયેલા પ્રદર્શન અને હિંસા દરમ્યાન થયેલા મૃત્યુ માટે માનવતાવિરુદ્ધનું કામ કરવાના અપરાધને લગતા પાંચ ગંભીર આરોપો છે. આ માટે ઇન્ટરનૅશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT)માં ૨૮ દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં ૫૪ સાક્ષીઓએ જુબાની આપી હતી. ૨૩ ઑક્ટોબરે આ કેસની સુનાવણી પૂરી થઈ હતી અને ગઈ કાલે ICTએ જાહેર કર્યું હતું કે આ કેસમાં શેખ હસીનાને ૧૭ નવેમ્બરે નિર્ણય સંભળાવશે.


