અબુ ધાબીથી પાછા ફરેલા બે મુસાફરો પાસેથી આ સામાન પકડાયો, એમાં પ્રતિબંધિત ડ્રોન પણ હતાં
પૂછપરછ દરમ્યાન આ સામાન સાથે કાનૂની દસ્તાવેજો નહોતા
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મંગળવારે હાઈ વૅલ્યુ ઇલેક્ટ્રૉનિક્સની ચોરી કરવાનો પ્રયત્ન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)એ નાકામ કરી દીધો હતો. અબુ ધાબીથી પાછા ફરી રહેલા બે શંકાસ્પદ મુસાફરો પાસેથી લગભગ ૧.૪ કરોડ રૂપિયાનાં પ્રતિબંધિત ડ્રોન, પ્રીમિયમ સ્માર્ટફોન અને લૅપટૉપ સહિત મોંઘો ઇલેક્ટ્રૉનિક સામાન જપ્ત કરવામાં આવ્યાં હતાં. પૂછપરછ દરમ્યાન આ સામાન સાથે કાનૂની દસ્તાવેજો નહોતા.


