° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


દેશમાં હવેથી વિદ્યાર્થીઓના વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય પર ખાસ ધ્યાન અપાશે

05 August, 2021 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

સમગ્ર શિક્ષણ યોજના પાંચ વર્ષ લંબાવાઈ : બાળકીઓની સ્વરક્ષા પર પણ ભાર, સરકારી સ્કૂલોમાં શરૂ થશે પ્લે સ્કૂલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઈ કાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળે લીધેલા કેટલાક ફેરફારોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે ‘દેશમાં છઠ્ઠા ધોરણથી આઠમા ધોરણ સુધી વ્યાવસાયિક શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. નવમાથી બારમા ધોરણ વચ્ચે કૌશલ્ય (સ્કિલ) પર લક્ષ અપાશે.’

સ્કૂલ સ્તરિય શિક્ષણ માટેની ‘ત્રણ વર્ષ જૂની સમગ્ર શિક્ષા (શિક્ષણ) સ્કીમ’ કે જે ૨૦૨૧ની પહેલી એપ્રિલથી ફરી લાગુ કરાઈ છે એ ૨૦૨૬ની ૩૧મી માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાને એવું પણ કહ્યું હતું કે ‘સરકારે પહેલી વાર ૨૦૧૮થી અમલી બનાવાયેલી સમગ્ર શિક્ષા યોજનામાં બાળ સુરક્ષાને જોડી દીધી છે. આ સંબંધમાં બાળકોના અધિકારોના સંરક્ષણ માટે પંચ સ્થાપિત કરવા રાજ્યોને સહાયતા અપાશે. એ ઉપરાંત બાળકીઓની સ્વરક્ષા માટેની પહેલ ગણાતી રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ માટે બાળકી દીઠ ત્રણ મહિનામાં ૩૦૦૦ રૂપિયાનો ખર્ચ કરાતો હતો એ વધારીને ૫૦૦૦ રૂપિયા કરાયો છે. હવેથી સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ રખાશે અને એ મુજબ શિક્ષકોને તાલીમ અપાશે.’

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘પાંચ વર્ષ માટે લંબાવવામાં આવેલી શિક્ષણ વ્યવસ્થા પાછળ કુલ ૨,૯૪,૨૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ છે અને એમાં કેન્દ્રનો હિસ્સો ૧,૮૫,૩૯૮ કરોડ રૂપિયા રહેશે. આ ખર્ચ દેશમાં ૨૧મી સદીનાં બાળકો તૈયાર કરવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમ જ ક્લાસ રૂમ વધારવા પાછળ અને બીજી આવશ્યક બાબતો માટે ખર્ચ કરાશે.’

દરમ્યાન દુષ્કર્મના કિસ્સાઓમાં મહિલાઓ, સગીર વયની છોકરીઓને વહેલાસર ન્યાય મળે એ હેતુથી ફાસ્ટ ટ્રૅક સ્પેશ્યલ કોર્ટ સ્થાપવા માટેની સેન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ વધુ બે વર્ષ લંબાવવામાં આવી છે.

11.6 - સમગ્ર શિક્ષા (શિક્ષણ) યોજના હેઠળ આટલી લાખ સ્કૂલો તેમ જ ૧૫.૬ કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને ૫૭ લાખ શિક્ષકો સંકળાયેલા છે.

05 August, 2021 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

`ભારત બદલાઈ ત્યારે વિશ્વ પણ બદલાઈ છે` : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી છે.

25 September, 2021 07:36 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોણ છે ભારતની યંગ ઓફિસર? જેણે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનને બતાવ્યો અરીસો, જાણો

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં કાશ્મીર રાજ્યને સંબોધિત કર્યું હતું.

25 September, 2021 12:35 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રાજસ્થાનના જયપુરમાં ગંભીર અકસ્માત, પરીક્ષા આપવા જતા 6 યુવકના મોત

રાજસ્થાનના જયપુરમાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો.

25 September, 2021 11:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK