ગંગાની સેર કરવાનું હવે વધુ ઇકો-ફ્રેન્ડલી બનશે અને ગંગામાં થતું પ્રદૂષણ પણ અટકશે
હાઇડ્રોજન વૉટર-ટૅક્સી
લગભગ બે વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ હાઇડ્રોજન વૉટર-ટૅક્સી ચોથી ડિસેમ્બરથી વારાણસીમાં શરૂ થઈ જશે. હાઇડ્રોજનથી ચાલતી ભારતની આ પહેલી વૉટર-ટૅક્સી છે. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ નમો ઘાટથી આ જહાજને લીલીઝંડી દેખાડશે.
હાઇડ્રોજન એનર્જીથી ચાલતી વૉટર-ટૅક્સી અન્ય જહાજની તુલનામાં ઓછા સમયમાં વધુ અંતર કાપશે અને એનાથી ફ્યુઅલની પણ બચત થશે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટની દિશામાં આ બહુ મોટું પગલું છે એવું મનાય છે. એમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલની સાથે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પૉઇન્ટનું બૅકઅપ પણ છે. ઑપરેશનને સપોર્ટ કરવા માટે ચાર રીફિલિંગ સ્ટેશન બનાવાયાં છે જ્યાં હાઇડ્રોજન રીફિલિંગ અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ પૉઇન્ટ બન્ને હશે.
ADVERTISEMENT
ગંગાની સેર કરવાનું હવે વધુ ઇકો-ફ્રેન્ડલી બનશે અને ગંગામાં થતું પ્રદૂષણ પણ અટકશે. જો આ પ્રયોગ સફળ થશે તો બીજાં શહેરોમાં પણ મૉડ્યુલ અપનાવવામાં આવશે.


