દરિયાની સપાટીથી ૧૦૦૦ ફુટ ઊંચે સાત કરોડ રૂપિયામાં બનેલો પારદર્શક કાચનો ઝૂલતો સ્કાયવૉક થાઇલૅન્ડ કે બાલી જેવી અનુભૂતિ અપાવે એવો છે
આ ગ્લાસના સ્કાયવૉકને ભારતનો સૌથી લાંબો સ્કાયવૉક માનવામાં આવે છે.
વિશાખાપટનમના કૈલાસાગિરિ હિલટૉપ પર બનેલો આ સ્કાયવૉક ગઈ કાલે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ગ્લાસના સ્કાયવૉકને ભારતનો સૌથી લાંબો સ્કાયવૉક માનવામાં આવે છે. ખૂબસૂરત લોકેશન અને અનોખી ડિઝાઇન ધરાવતો આ બ્રિજ હવે સ્થાનિક પર્યટનનું મોટું આકર્ષણ બનશે. ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો સ્કાયવૉક ૫૦ મીટર લાંબો છે અને એનો એક બહુ મોટો હિસ્સો પર્વતમાંથી બહાર નીકળી રહ્યો છે અને એની નીચે કોઈ જ સહારો નથી. એને કારણે સ્કાયવૉક પર ઊભા રહો ત્યારે હવામાં તરતા હો એવો અહેસાસ થાય છે. આ જગ્યા જમીનથી ૮૬૨ ફુટ અને દરિયાઈ સપાટીથી ૧૦૦૦ ફુટ ઊંચે છે. પારદર્શક કાચની ફર્શને કારણે ઘાટીનું ઊંડાણ સાફ જોઈ શકાય એવું છે.


