Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદર ડ્રગ્સ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, અનેક રાજ્યોમાં પાડી રેઇડ

મીરા-ભાઈંદર ડ્રગ્સ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, અનેક રાજ્યોમાં પાડી રેઇડ

Published : 24 May, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્રગ્સનું નેટવર્ક પકડવામાં મળી મોટી સફળતા : ગુજરાત અને તામિલનાડુમાં ડ્રગ્સ બનાવતી લૅબોરેટરી પકડી પાડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા રોડમાં ગયા મહિને ફિરદોસ અરબાઝ કુરેશીના ઘરેથી ૧.૩૨૪ કિલો મેફેડ્રોન (MD) જપ્ત કર્યા બાદ વધુ પૂછપરછ અને તપાસ કરતાં ડ્રગ્સના ગોરખધંધામાં સંડોવાયેલા અન્ય ૧૫ જણની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ ૬.૭૭૩ કિલો MD જપ્ત કરવામાં આવ્યું હતું. ઊંડાણપૂર્વક તપાસ કરતાં ડ્રગ્સનું આ નેટવર્ક વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હોવાનું અને ત્યાંથી મુંબઈ લાવવામાં આવતું હોવાનું પોલીસને જણાયું હતું. ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ વિગતો મેળવીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ઉપરાંત થાણે, ગુજરાત, તામિલનાડુમાં જ્યાં આ ડ્રગ્સ બનાવાય છે એ લૅબોરેટરીઓમાં રેઇડ પાડી હતી અને ડ્રગ્સનું નેટવર્ક ઉઘાડું પાડ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મુંબઈ ઉપરાંત અન્ય રાજ્યોથી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

મુંબઈમાં પકડાયેલા આરોપીઓએ વટાણા વેર્યા
મુંબઈમાં આગ્રીપાડા, જોગેશ્વરી, માલવણી ઉપરાંત મનોરીમાં પકડાયેલા આરોપીઓએ રાજકોટ, તામિલનાડુના ગોબીચેટ્ટી પલયમ સહિતનાં ઠેકાણાંઓનાં નામ આપ્યાં હતાં, જ્યાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેમ જ મુંબઈમાં ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ પૂરો પડાતો હતો.



ચીન સુધી પહોંચ્યા છે છેડા
ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસ અનુસાર ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કાચો માલ ચીનથી લાવવામાં આવતો હતો. મનોરીમાં અત્યંત ગુપ્ત સ્થળે ચલાવવામાં આવતી લૅબોરેટરી ઉપરાંત અન્ય રાજ્યોમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી-લૅબોરેટરીમાં ચીનથી માલ પહોંચાડાતો હતો, જેનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીથી થતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK