Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : જેલમાં કેદીની હત્યા બદલ ૧૫ લોકોને મૃત્યુદંડ

ન્યુઝ શોર્ટમાં : જેલમાં કેદીની હત્યા બદલ ૧૫ લોકોને મૃત્યુદંડ

19 August, 2022 08:58 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિબૂટીમાં ચીનનો નેવલ બેઝ રેડી અને વધુ સમાચાર

વી વૉન્ટ ક્રિષ્ના : તિરુવનંતપુરમમાં જન્માષ્ટમી નિમિત્તે સેલિબ્રેશન માટેના ‘કાલિયા નાગ’ના એક વિશાળ મૉડલને ગઈ કાલે પેઇન્ટ કરી રહેલો આર્ટિસ્ટ. આમ જોવા જઈતો અત્યારે મોંઘવારી અને આતંકવાદ સહિત અનેક કાલિયા નાગ પૃથ્વી પર છે જ અને એ માટે કૃષ્ણભક્તો કહે છે, ‘વી વૉન્ટ ક્રિષ્ના...’

વી વૉન્ટ ક્રિષ્ના : તિરુવનંતપુરમમાં જન્માષ્ટમી નિમિત્તે સેલિબ્રેશન માટેના ‘કાલિયા નાગ’ના એક વિશાળ મૉડલને ગઈ કાલે પેઇન્ટ કરી રહેલો આર્ટિસ્ટ. આમ જોવા જઈતો અત્યારે મોંઘવારી અને આતંકવાદ સહિત અનેક કાલિયા નાગ પૃથ્વી પર છે જ અને એ માટે કૃષ્ણભક્તો કહે છે, ‘વી વૉન્ટ ક્રિષ્ના...’


ભારત વિરોધી યુટ્યુબ ચૅનલોને બ્લૉક કરાઈ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ આઠ યુટ્યુબ ચૅનલોને બ્લૉક કરવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો, જેમાંથી એક ચૅનલને પાકિસ્તાનમાંથી ઑપરેટ કરવામાં આવતી હતી. બ્લૉક કરવામાં આવેલી આ યુટ્યુબ ચૅનલોના ૮૫.૭૩ લાખ સબસ્ક્રાઇબર્સ અને ૧૧૪ કરોડ વ્યૂઝ હતા. આ યુટ્યુબ ચૅનલો પર ભારત સરકાર દ્વારા ધાર્મિક માળખાઓના ડિમોલિશન, ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ તેમ જ ભારતમાં ધર્મયુદ્ધ જેવા ખોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.



 


જિબૂટીમાં ચીનનો નેવલ બેઝ રેડી

નવી દિલ્હીઃ પૂર્વ આફ્રિકન દેશ જિબૂટીમાં ચીનનો નેવલ બેઝ હવે ઉપયોગમાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. ભારત માટે ખૂબ જ ચિંતાની બાબત એ છે કે હિન્દ મહાસાગરમાં તહેનાત ચાઇનીઝ યુદ્ધજહાજોને એનાથી સપોર્ટ મળશે. ચીનના જિબૂટી બેઝને એક કિલ્લાની જેમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંરક્ષણનાં અનેક લેયર્સ છે. સ્પષ્ટપણે સીધા હુમલાથી બચવાના હેતુસર એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ચાઇનીઝ યુઝો-ક્લાસ લૅન્ડિંગ શિપ અહીં તહેનાત છે. ચૅન્ગબઈ શૉન નામના આ જહાજ પર ૮૦૦ સૈનિકોને તહેનાત કરી શકાય છે અને એ હેલિકૉપ્ટર્સથી સજ્જ છે.


 

જેલમાં કેદીની હત્યા બદલ ૧૫ લોકોને મૃત્યુદંડ

જમશેદપુર : ૨૦૧૯માં બે જૂથો વચ્ચેની અથડામણ દરમ્યાન જમશેદપુરની ઘાઘીડીહ સેન્ટ્રલ જેલના એક કેદીની હત્યા બદલ ઝારખંડના સિંધભુમ જિલ્લામાં આવેલી કોર્ટે ગઈ કાલે ૧૫ લોકોને ફાંસીની સજા ફટકારી હતી. આ ઉપરાંત અન્ય સાત લોકોને પણ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મૃત્યુદંડની સજા પામેલાઓ પૈકી બે જણ ફરાર છે. ૨૦૧૯ના ૨૫ જૂને કેદીઓનાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં મનોજકુમાર સિંહ સહિત બે કેદીઓને ગંભીર ઈજા થઈ હતી. મનોજ કુમારનું મોત નીપજ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 08:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK