° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

27 October, 2021 09:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

હિઝબુલના આતંકવાદીઓને ૧૦ અને ૧૨ વર્ષની કેદ; પોતાની કોવિડ રસી બાળકો માટે પણ ઉપયોગી હોવાનો મૉડર્નાનો દાવો અને વધુ સમાચાર

જપાનની ભૂતપૂર્વ રાજકુમારી માકોએ પોતાના કૉલેજ સમયના બૉયફ્રેન્ડ અને મંગેતર કેઈ કોમુરો સાથે

જપાનની ભૂતપૂર્વ રાજકુમારી માકોએ પોતાના કૉલેજ સમયના બૉયફ્રેન્ડ અને મંગેતર કેઈ કોમુરો સાથે

હિઝબુલના આતંકવાદીઓને ૧૦ અને ૧૨ વર્ષની કેદ

નવી દિલ્હી : દિલ્હીમાં એનઆઇએની વિશેષ કોર્ટ દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને ૧૦ અને ૧૨ વર્ષની સખત કેદની સજા જાહેર કરવામાં આવી છે. સામાજિક સંસ્થાના નામે વિદેશી ભંડોળ મેળવીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના કેસમાં વિશેષ કોર્ટે સજા ફરમાવી હતી.

આ કેસની ફરિયાદ ૨૫ ઑક્ટોબર ૨૦૧૧ના રોજ તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે મુજબ જમ્મુ-કાશ્મીર અફેક્ટિઝ રિલીફ ટ્રસ્ટ (જે.કે.એ.આર.ટી.) નામની સામાજિક સંસ્થાના નામે પાડોશી દેશોમાંથી ભંડોળ મેળવીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું તેમ જ હિઝબુલના માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને મદદ કરવા પણ આ ટ્રસ્ટનો ઉપયોગ થતો હતો. આ કેસમાં ૧૨ લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, તેમાંથી ૮ ફરાર છે. વિશેષ કોર્ટ દ્વારા પકડાયેલા ચાર આરોપીઓમાં મોહમદ શફી શાહ અને મુઝ્ઝફર અહેમદ દારને ૧૨ વર્ષની સજા અને ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે તલીબ લાલી અને મુસ્તાક અહેમદ લોનને ૧૦ વર્ષની સજા તેમ જ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

રાજ્યના સ્વાસ્થ્યપ્રધાનો સાથે માંડવિયાની મીટિંગ

નવી દિલ્હી : દેશમાં રસીકરણની કામગીરી અંગે જાણકારી મેળવવા માટે કેન્દ્રિય સ્વાસ્થ્યપ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્યપ્રધાનોની મીટિંગ બોલાવી છે. શનિવારે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ કાર્યક્રમને વેગ આપવાની સૂચના આપી હતી અને બીજા ડોઝના રસીકરણ પર ભાર મૂકવા કહ્યું હતું. રસીકરણની મહાઝુંબેશ યોજીને કેન્દ્ર સરકાર ૨૦૨૧ના અંત સુધીમાં તમામ પાત્ર નાગરિકોનું રસીકરણ પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવાર સવાર સુધી ભારતમાં એક કરોડથી વધારે રસીકરણ સેશન્સમાં રસીકરણના ૧૦૨.૯૪ કરોડ ડોઝ મૂકવામાં આવ્યા છે.

 

ઉચ્ચપદની નોકરીઓમાં અનામત મામલે ચુકાદો સુરક્ષિત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના સભ્યોને સરકારી નોકરીમાં બઢતી અંગેની અનામત બાબતનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો વતી વરિષ્ઠ વકીલો પાસેથી દલીલો સાંભળી હતી.અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે ‘એસસી-એસટી વર્ગના સભ્યો માટે આજે પણ ઉચ્ચપદ મેળવવું મુશ્કેલ બનેલું છે. ગ્રુપ-એ કૅટેગરીની નોકરીઓમાં તેમના અને ઓબીસી વર્ગ માટે અમુક હિસ્સો અનામત રાખવામાં આવે એવી જરૂર છે.

આ અંગે ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવના વડપણમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચે નિર્ણય હાલપૂરતો સુરક્ષિત રાખ્યો છે. આજની સુનાવણીમાં જુદાં-જુદાં રાજ્યો તરફથી કે. કે. વેણુગોપાલ અને બલબીર સિંહ જેવા વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી.

 

પોતાની કોવિડ રસી બાળકો માટે પણ ઉપયોગી હોવાનો મૉડર્નાનો દાવો

વૉશિંગ્ટન : કોરોના રસી બનાવનાર મૉડર્ના કંપનીએ દાવો કર્યો છે કે તેમની કોવિડ રસી બાળકો માટે સુરક્ષિત અને ઉપયોગી છે. સોમવારે મૉડર્નાએ જાહેરાત કરી હતી કે તેમની ઓછા ડોઝની કોવિડ રસી ૬થી ૧૧નાં વયજૂથનાં બાળકો માટે અસરકારક સાબિત થાય એમ છે.

મૉડર્નાએ તેમની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની ફાઇઝરની રસી ૧૨ વર્ષની ઉપરના લોકો માટે મંજૂર થઈ ચૂકી છે અને ૫થી ૧૧ના વયજૂથ માટેની ફાઇઝરની રસીની ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસણી થઈ રહી છે. મૉડર્નાએ સોમવારે અખબારી નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેમના સંશોધકોએ પુખ્ત વયના લોકોને અપાતી કોવિડ રસીના અડધા ડોઝના બે ડોઝ તૈયાર કર્યા અને ૬થી ૧૨ વર્ષનાં ૪૭૫૩ બાળકો પર ડોઝનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બે ડોઝ વચ્ચે મહિનાનો સમય રાખવામાં આવ્યો હતો. રસીકરણ પછી બાળકોમાં સામાન્ય માથાના દુખાવા અને તાવ જેવી તાત્પૂરતી આડઅસર જોવા મળી છે, પણ બાળકોમાં વાઇરસ સામે લડવાની ઍન્ટિબૉડી સારા પ્રમાણમાં જન્મતી હોવાનું તારણ અભ્યાસમાં બહાર આવ્યું હોવાનો દાવો કંપનીએ કર્યો છે.

 

પ્રેમ માટે સર્વસ્વ કુરબાન

જપાનની ભૂતપૂર્વ રાજકુમારી માકોએ પોતાના કૉલેજ સમયના બૉયફ્રેન્ડ અને મંગેતર કેઈ કોમુરો સાથે ગઈ કાલે લગ્ન કરી લીધા બાદ ટોક્યોની એક હોટેલમાં આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. તેના પતિ એક સામાન્ય કુટુંબમાંથી આવતા હોવાથી માકોએ પોતાનો રાજવી હોદ્દો ગુમાવવો પડશે. તેને બદલામાં ૧.૩ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૯.૭ કરોડ રૂપિયા વળતર પેટે મળવાના હતા જે પણ તેણે સ્વીકારવાની ના પાડી દીધી હતી.

27 October, 2021 09:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

14 દેશોમાં પહોંચ્યો ઘાતકી Omicron વેરિયન્ટ, કેન્દ્ર સરકારે ભારતને લઈ કહ્યું આવું

કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે ભારતમાં હજી સુધી કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

30 November, 2021 06:10 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

વિજય માલ્યાની રાહ નહીં જોઈએ, સજા પર સુનાવણી 18 જાન્યુઆરીએ થશે: સુપ્રીમ કોર્ટ

ભાગેડુ વિજય માલ્યાની એક અરજી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી

30 November, 2021 03:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કૃષિ કાયદાઓ ચર્ચા વગર પાસ, ચર્ચા વગર થયા રદ

સંસદનાં બન્ને ગૃહોમાં વિપક્ષોએ મચાવ્યો ભારે હોબાળો, ચર્ચાની માગને સરકારે ફગાવી

30 November, 2021 09:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK