૨૧૦ કિલોમીટર લાંબા દિલ્હી-સહારનપુર-દેહરાદૂન એક્સપ્રેસવેની ટ્રાયલ-રન શરૂ
દિલ્હી-સહારનપુર-દેહરાદૂન એક્સપ્રેસ વે
દિલ્હીથી દેહરાદૂનનું અંતર હવે ઘટી જશે કેમ કે દિલ્હી-સહારનપુર-દેહરાદૂન એક્સપ્રેસ વે પર ટ્રાયલ-રન રવિવારની રાતથી શરૂ કરવામાં આવી છે. એ માટે દિલ્હીના ગીતા કૉલોની વિસ્તારમાંથી બૅરિકેડ્સ હટાવીને ટ્રાફિકને એક્સપ્રેસવે તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. લગભગ ૨૧૦ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેનો શિલાન્યાસ નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં કર્યો હતો. આ પહેલાં દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર કાપતાં ચારથી છ કલાક લાગતા હતા, પરંતુ ૧૧,૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવેથી માત્ર અઢી કલાકમાં પહોંચી જવાશે. અત્યારે ટ્રાયલ-રન શરૂ થઈ ગઈ છે અને જલદીથી એનું સત્તાવાર ઉદ્ઘાટન થશે.


