Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં ઇમર્જન્સી કરતાંય ખરાબ હાલતઃ મમતા

દેશમાં ઇમર્જન્સી કરતાંય ખરાબ હાલતઃ મમતા

29 July, 2021 12:02 PM IST | New Delhi
Agency

૨૦૨૪ની ચૂંટણીમાં દેશમાં ‘ખેલા હોબે’ થશે એવો હુંકાર

મમતા બૅનરજી ગઈ કાલે દિલ્હીમાં બીજેપી વિરુદ્ધ યોજના ઘડવા કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યાં હતાં.  પી.ટી.આઇ

મમતા બૅનરજી ગઈ કાલે દિલ્હીમાં બીજેપી વિરુદ્ધ યોજના ઘડવા કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યાં હતાં. પી.ટી.આઇ


દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે આવેલાં મમતા બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું કે ‘મારો ફોન હૅક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હૅક કરવામાં આવ્યો. દેશમાં હવે અભિવ્યક્તિની આઝાદી જેવું કંઈ રહ્યું નથી. પેગસસ એક ખતરનાક વાઇરસ છે જેના દ્વારા અમારી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઈ રહ્યું નથી. વિપક્ષનો અવાજ દબાવાઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઇમર્જન્સી કરતાં પણ વધારે ગંભીર હાલત છે.’
વિપક્ષી એકતા પર મમતા બૅનરજીએ કહ્યું કે ‘પૂરી સિસ્ટમ રાજકીય પાર્ટીઓ પર નિર્ભર છે. જો કોઈ લીડ કરે તો મને કોઈ વાંધો નથી. તમામ વિપક્ષી નેતાઓ સાથે મારા સારા સંબંધો છે. જો રાજકીય આંધી ચાલશે તો એને કોઈ રોકી નહીં શકે. તેમણે કહ્યું કે હવે ‘ખેલા હોબે’ (હમ ખેલેંગે)ની ગુંજ આખા દેશમાં સંભળાશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2021 12:02 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK