° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


૨૫૦ વર્ષ જૂની વ્હિસ્કી ૧ કરોડ રૂપિયામાં વેચાઈ

21 July, 2021 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સ્કિનર ઑક્શનિયર્સે એ આ વ્હિસ્કીનું લિલામ કર્યું ત્યારે એના ૧,૩૭,૫૦૦ ડૉલર  (અંદાજે એક કરોડ રૂપિયા) પ્રાપ્ત થયા હતા. એ રકમ ધારણા કરતાં ચાર ગણી હતી. 

૨૫૦ વર્ષ જૂની વ્હિસ્કી ૧ કરોડ રૂપિયામાં વેચાઈ

૨૫૦ વર્ષ જૂની વ્હિસ્કી ૧ કરોડ રૂપિયામાં વેચાઈ

ઇંગ્લૅન્ડ્યુ વ્હિસ્કી દુનિયાની સૌથી જૂની વ્હિસ્કી ગણાય છે. ૧૭૬૩થી ૧૮૦૩ની વચ્ચેના ગાળામાં ડિસ્ટિલેશન કરીને આ બ્રૅન્ડની વ્હિસ્કી બનાવાઈ હોવાનું મનાય છે. તાજેતરમાં સ્કિનર ઑક્શનિયર્સે એ આ વ્હિસ્કીનું લિલામ કર્યું ત્યારે એના ૧,૩૭,૫૦૦ ડૉલર  (અંદાજે એક કરોડ રૂપિયા) પ્રાપ્ત થયા હતા. એ રકમ ધારણા કરતાં ચાર ગણી હતી. 
ગઈ સદીના પ્રથમ દાયકા એટલે કે ૧૯૦૦ પછીનાં વર્ષોમાં ફાઇનૅન્સર જે. પી. મૉર્ગનના પરિવાર પાસે એ ઇંગ્લૅન્ડ્યુ વ્હિસ્કીની કેટલીક બૉટલ્સ હતી. જે. પી. મૉર્ગનના પુત્ર જૅક મૉર્ગને એ બૉટલ્સ અમેરિકાના બે પ્રમુખો ફ્રેન્કલિન રુઝવેલ્ટ અને હેરી ટ્રુમૅન સહિત મહત્ત્વના રાજકારણીઓને વહેંચી હતી. યુનિવર્સિટી ઑફ જ્યૉર્જિયા અને યુનિવર્સિટી ઑફ ગ્લાસગોના સંશોધનકારોએ આ વ્હિસ્કી ૧૭૬૩થી ૧૮૦૩ વચ્ચે બનાવવામાં આવી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સની નોંધ પ્રમાણે સૌથી જૂની વ્હિસ્કી બેકર વ્હિસ્કીને ગણવામાં આવે છે. એ વ્હિસ્કી ઈસવી સન ૧૮૪૫ના સમયગાળામાં હતી, પરંતુ ઇંગ્લૅન્ડ્યુ વ્હિસ્કીની શરૂઆત લગભગ ૧૮૨૦ના વર્ષની આસપાસ થઈ હોવાનું મનાય છે.

21 July, 2021 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

મસ્તીખોર મિત્રોએ નવદંપતીના હાથમાં ચિલ્લર પકડાવ્યું અને પગે પણ લાગ્યા

આ વિડિયો માટે એક યુઝરની કમેન્ટ છે ‘પાગલપંતી’

05 August, 2021 10:25 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આઇડેન્ટિકલ ટ્રિપ્લેટ્સ છોકરીઓના જન્મનો ‘લાખોમાં એક’ કિસ્સો

ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની હૉસ્પિટલમાં ગૅબ્રિયેલાની કૂખે ત્રણ તંદુરસ્ત, સુંદર અને સમાન દેખાવ ધરાવતી બાળકીઓનો જન્મ થયો હતો

05 August, 2021 10:17 IST | New Jersey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ગ્રે બચ્ચાંઓ વચ્ચે પિન્ક સુપરસ્ટાર

એક પિન્ક ફ્લૅમિંગો ગઈ કાલે ફ્રાન્સના મૉન્ટપેલિયર શહેરમાં સમુદ્રના કિનારા પર આવી ગયેલાં અસંખ્ય ફ્લૅમિંગોમાં આકર્ષણનું કેન્દ્ર હતું

05 August, 2021 10:13 IST | France | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK