આશિષ આહુજા નામના ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં એક વિડિયો શૅર કર્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આપણે ત્યાં સૌથી કૉમન અને સસ્તું ગણાતું શાક એટલે કે ભીંડા. આજકાલ ભીંડા સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છવાયેલા છે. એનું કારણ એનો સ્વાદ નહીં, પણ સાત સમંદર પારના દેશોમાં એની આસમાનને આંબતી કિંમત કારણભૂત છે. આપણે ત્યાં જે ભીંડા ૮૦ રૂપિયામાં કિલો આરામથી મળી જાય છે એ જ ભીંડા અમેરિકાના સુપરમાર્કેટમાં ૭૨૫૦ રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાય છે. આશિષ આહુજા નામના ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં વિદેશી બજારોમાં ભારતીય શાકોનું બ્રૅન્ડિંગ કરીને કઈ રીતે કમાણી થઈ રહી છે એ દેખાડાયું છે. એમાં ૮૫ ગ્રામ કાપેલા ભીંડા ૬.૫ ડૉલર એટલે કે લગભગ ૬૦૦ રૂપિયામાં મળે છે.
