Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯૯ વર્ષના માજીએ કર્યું ક્રાઉડ-સર્ફિંગ

૯૯ વર્ષના માજીએ કર્યું ક્રાઉડ-સર્ફિંગ

Published : 09 June, 2026 12:19 PM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઉડ-સર્ફિંગમાં એક સ્ટ્રેચર પર તમારે સૂઈ જવાનું હોય અને એ સ્ટ્રેચર હજારો લોકોના ટોળાએ ઊંચકીને ફેરવવાનું હોય

પૉલિનના પૌત્ર રૉસ સ્મિથે ક્રાઉડ-સર્ફિંગ ઇવેન્ટ યોજી હતી અને એમાં પૉલિનબા સ્ટ્રેચર પર સૂઈ ગયાં હતાં

અજબ ગજબ

પૉલિનના પૌત્ર રૉસ સ્મિથે ક્રાઉડ-સર્ફિંગ ઇવેન્ટ યોજી હતી અને એમાં પૉલિનબા સ્ટ્રેચર પર સૂઈ ગયાં હતાં


દરિયાનાં મોજાં પર સર્ફિંગ તો બધા કરે, પણ અમેરિકાનાં એક માજીએ ક્રાઉડ-સર્ફિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ક્રાઉડ-સર્ફિંગમાં એક સ્ટ્રેચર પર તમારે સૂઈ જવાનું હોય અને એ સ્ટ્રેચર હજારો લોકોના ટોળાએ ઊંચકીને ફેરવવાનું હોય. ટોળાના લોકો હાથ ઊંચા કરીને આ સ્ટ્રેચરને હાથ આપીને આગળ વધારતા જાય અને તમારી સાથે એ સ્ટ્રેચર માણસોનાં મોજાં પર સતત આગળ વધતું રહે એને ક્રાઉડ-સર્ફિંગ કહેવાય. આ સ્ટન્ટમાં સ્ટ્રેચર પર સૂઈને મોજાની જેમ ટોળા પરથી વહેવા માટે પણ હિંમત જોઈએ. જોકે આ કામ પૉલિન કૅના નામનાં ૯૯ વર્ષ અને ૨૭૪ દિવસનાં માજીએ કર્યું હતું. પૉલિનના પૌત્ર રૉસ સ્મિથે ક્રાઉડ-સર્ફિંગ ઇવેન્ટ યોજી હતી અને એમાં પૉલિનબા સ્ટ્રેચર પર સૂઈ ગયાં હતાં. બીજી મેએ અમેરિકાના ટેક્સસ રાજ્યના બેલવિલમાં યોજાયેલી એક કૉન્સર્ટમાં આ ઇવેન્ટ થઈ હતી જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

પૌત્ર પોતાની દાદીને ગૅન્ગસ્ટર ગ્રૅનીના હુલામણા નામે બોલાવે છે કેમ કે આ દાદીની હિંમત કોઈ ગૅન્ગસ્ટરથી કમ નથી. ગૅન્ગસ્ટર ગ્રૅનીએ સૌથી મોટી ઉંમરે ક્રાઉડ સર્ફ કરવાનો વિક્રમ બનાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:19 PM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK