મહારાષ્ટ્રના નંદુરબારના સારંગખેડા પાસેના ઘોડાબજારમાં પુષ્કરથી એક ખાસ ઘોડી વેચાવા આવી છે.
રુદ્રાણી નામની આ ઘોડી
મહારાષ્ટ્રના નંદુરબારના સારંગખેડા પાસેના ઘોડાબજારમાં પુષ્કરથી એક ખાસ ઘોડી વેચાવા આવી છે. રુદ્રાણી નામની આ ઘોડી ઘોડાપ્રેમીઓમાં ખાસ્સી ચર્ચામાં છે. એની કિંમત ૧.૧૭ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. રુદ્રાણી હજી બાવીસ મહિનાની જ છે, પરંતુ એની હાઇટ ૬૫ ઇંચ છે અને એની ચાલ અને શરીર ખૂબ જ આકર્ષક છે. નાની ઉંમરે શાનદાર હાઇટ અને લચકવાળી ચાલ જોઈને જ નિષ્ણાતો ઇમ્પ્રેસ થઈ ગયા છે. એનું લાલનપાલન પણ બહુ લાડકોડથી થયું છે. રોજ એ ૮ લીટર ગાયનું દૂધ પીએ છે અને પાણી પણ મિનરલ જ વાપરે છે.


