અભ્યાસુઓના કહેવા મુજબ આ વાદળમાં માત્ર એથનૉલ જ નહીં, પરંતુ વિનાઇલ આલ્કોહૉલ, એથલીન ગ્લાઇકૉલ અને સામાન્ય શુગરમાં જોવા મળે એ બેસિક કણો પણ છે
આ વાદળ ૧૫૦ પ્રકાશ વર્ષ જેટલા વિસ્તારમાં ફેલાયેલું મૉડ્યુલર ક્લાઉડ જેવું છે
પૃથ્વીથી લગભગ ૨૬,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર આપણા સૌરમંડળના કેન્દ્ર પાસે અંતરિક્ષમાં એક વિશાળ વાદળું છે. એમાં એટલી મોટી માત્રામાં એથનૉલ ગૅસ ભરેલો છે કે એમાંથી ૪૦૦ ટ્રિલ્યન પાઇન્ટ બિઅર બનાવી શકાય એમ છે. આ ગૅસના વાદળાનું નામ છે સૅજિટેરિયસ B2. આ વાદળ ૧૫૦ પ્રકાશ વર્ષ જેટલા વિસ્તારમાં ફેલાયેલું મૉડ્યુલર ક્લાઉડ જેવું છે. વૈજ્ઞાનિકો આ ક્લાઉડ પર ૧૯૭૦ની સાલથી અભ્યાસ કરી રહ્યા છે અને એના વિશે નિતનવીન માહિતીઓ શોધી લાવે છે. અભ્યાસુઓના કહેવા મુજબ આ વાદળમાં માત્ર એથનૉલ જ નહીં, પરંતુ વિનાઇલ આલ્કોહૉલ, એથલીન ગ્લાઇકૉલ અને સામાન્ય શુગરમાં જોવા મળે એ બેસિક કણો પણ છે. આ દારૂ પ્રવાહી રૂપે નહીં, પણ અત્યંત પાતળા ગૅસના ફૉર્મમાં અવકાશમાં ફેલાયેલી છે. માણસ એ ગૅસને સૂંઘી પણ ન શકે એટલો માઇલ્ડ વાયુ છે. એમ છતાં એમાં અન્ય વાયુઓના મિશ્રણને કારણે એ જોખમી છે. કેટલીક જગ્યાઓએ દારૂ ભરેલા વાદળામાં હાઇડ્રોજન સાઇનાઇડ અને કાર્બન મૉનોઑક્સાઇડ જેવા ઝેરી ગૅસ પણ છે જે શ્વાસમાં લેતાં જ માણસ મૃત્યુ પામી શકે છે.
