પશ્ચિમના દેશોમાં હૅલોવીન તહેવારની સીઝન છે. જર્મનીના બર્લિનમાં આ તહેવાર થોડો જુદી રીતે ઊજવાય છે. અહીં જાયન્ટ કોળાં નહીં, પરંતુ અલગ-અલગ સાઇઝ અને કલરનાં કોળાંને ગોઠવીને અને એના પર મિનિમલ પેઇન્ટિંગ કરીને અદ્ભુત દૃશ્યો રચવામાં આવે છે.
પમ્પકિન ફેસ્ટિવલ
પશ્ચિમના દેશોમાં હૅલોવીન તહેવારની સીઝન છે. જર્મનીના બર્લિનમાં આ તહેવાર થોડો જુદી રીતે ઊજવાય છે. અહીં જાયન્ટ કોળાં નહીં, પરંતુ અલગ-અલગ સાઇઝ અને કલરનાં કોળાંને ગોઠવીને અને એના પર મિનિમલ પેઇન્ટિંગ કરીને અદ્ભુત દૃશ્યો રચવામાં આવે છે. બર્લિનમાં તાજેતરમાં બાવીસમો પમ્પકિન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આ વર્ષે મહિલાઓ મુખ્ય કેન્દ્રમાં છે. પમ્પકિનથી બનેલા આર્ટવર્કમાં જાણીતી અને ઐતિહાસિક મહિલાઓનાં પોર્ટ્રેટ્સ તૈયાર કરવામાં આવ્યાં છે.


