Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭૯ વર્ષના કરોડપતિ બિઝેનસમૅન પત્નીની શોધમાં છે, વારસના બદલામાં જીવનસાથીને મળશે ૫૦ રૂમનો આલીશાન બંગલો

૭૯ વર્ષના કરોડપતિ બિઝેનસમૅન પત્નીની શોધમાં છે, વારસના બદલામાં જીવનસાથીને મળશે ૫૦ રૂમનો આલીશાન બંગલો

Published : 09 June, 2026 12:16 PM | IST | Somerset
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલીશાન બંગલામાં આરામદાયક જીવન, સુરક્ષા અને શાહી ઠાઠવાળી જીવનશૈલી આપવા છતાં બૅન્જામિનભાઈને મનગમતી સુંદર યુવતી નથી મળી રહી

બૅન્જામિન બ્રિટનની ઘણી જાણીતી હસ્તી છે

અજબ ગજબ

બૅન્જામિન બ્રિટનની ઘણી જાણીતી હસ્તી છે


બ્રિટનમાં ૭૯ વર્ષના સર બૅન્જામિન સ્લેડ નામના કરોડપતિ બિઝનેસમૅન પોતાના માટે પત્નીની તલાશમાં છે, એક એવી સુંદર અને જુવાન પત્ની જે તેમના વંશને આગળ વધારી શકે એમ હોય. એના બદલામાં બિઝનેસમૅને પોતાની સંપત્તિ અને આલીશાન બંગલામાં લક્ઝુરિયસ લાઇફ આપવાની રજૂઆત કરી છે. બૅન્જામિન સ્લેડનું કહેવું છે કે શરૂઆતમાં તેમને લાગતું હતું કે આ શોધ બહુ આસાન છે, પણ એટલું સરળ નથી. આલીશાન બંગલામાં આરામદાયક જીવન, સુરક્ષા અને શાહી ઠાઠવાળી જીવનશૈલી આપવા છતાં બૅન્જામિનભાઈને મનગમતી સુંદર યુવતી નથી મળી રહી. બૅન્જામિન બ્રિટનની ઘણી જાણીતી હસ્તી છે. આ પહેલાં પણ તેઓ અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહ્યા છે. હવે ૭૯ વર્ષ પૂરાં થવાં આવ્યા છે ત્યારે તેમને લાગે છે કે વંશને આગળ વધારવા માટે વારસ હોવો જરૂરી છે. જોકે એ માટે તે સુંદર અને યુવાન મહિલા સાથે લગ્ન કરીને પોતાની સંપત્તિ સોંપવા માગે છે. તેમનો બંગલો બ્રિટનના સૌથી સુંદર ઐતિહાસિક ઘરોમાંનો એક છે. એમાં રૉયલ ઠાઠ અનુભવાય એવી પૌરાણિક વાસ્તુકલા અને વિશાળ બગીચા પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:16 PM IST | Somerset | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK