Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાર વર્ષના બાળકે ઇમર્જન્સી લાઇન પર પોલીસને કહ્યું, મારે તમને રમકડાંનું કલેક્શન બતાવવું છે

ચાર વર્ષના બાળકે ઇમર્જન્સી લાઇન પર પોલીસને કહ્યું, મારે તમને રમકડાંનું કલેક્શન બતાવવું છે

Published : 09 June, 2026 12:12 PM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડની પોલીસ દોડી આવી

સોશ્યલ મીડિયા પર આ ઘટના શૅર કરી પોલીસ-અધિકારીએ

અજબ ગજબ

સોશ્યલ મીડિયા પર આ ઘટના શૅર કરી પોલીસ-અધિકારીએ


ન્યુ ઝીલૅન્ડમાં ૪ વર્ષના એક બાળકે પોલીસના ઇમર્જન્સી નંબર પર કૉલ કરી દીધો. કર્યો તો કર્યો, પણ પોલીસને ઘરે આવવાનું જાણે આમંત્રણ આપતો હોય એમ કહ્યું કે મારી પાસે રમકડાંનું બહુ મોટું કલેક્શન છે એ જોવા આવો. પોલીસને પહેલાં નવાઈ લાગી. કૉલ પરના ઑફિસરે તેને થોડાક સવાલો પણ કર્યા પણ છોકરાએ કહ્યું કે તેને કોઈ તકલીફ નથી, માત્ર મારાં ટૉય્ઝનું કલેક્શન તમે જુઓ એવું ઇચ્છું છું. સામાન્ય રીતે આવા કૉલને ટાઇમપાસ સમજીને કાપી નાખવામાં આવે છે, પણ પોલીસવાળાએ છોકરા સાથે આડીઅવળી ઘણી વાતો કરીને ઊલટતપાસ કરી કે તેના ઘરમાં કંઈ તકલીફ છે કે શું? પણ બાળકે શાંતિથી જવાબો આપ્યા એ પરથી સુનિશ્ચિત થઈ ગયું કે તેના ઘરે કોઈ ઇમર્જન્સી નથી. એટલે પોલીસ-અધિકારીએ પોતાની ડ્યુટી પૂરી થયા પછી પેલા છોકરાના ઘરે જવાનું નક્કી કર્યું અને ગયો પણ ખરો. ત્યાં બાળકે તેને ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનાં ટૉય્ઝ બતાવ્યાં. સોશ્યલ મીડિયા પર આ ઘટના શૅર કરીને પોલીસ-અધિકારીએ કહ્યું હતું, ‘ખરેખર એ બાળક પાસે રમકડાંનું શાનદાર કલેક્શન હતું.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:12 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK