Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરી જન્મી તો ૪૦,૦૦૦ની પાણીપૂરી ખવડાવી

દીકરી જન્મી તો ૪૦,૦૦૦ની પાણીપૂરી ખવડાવી

16 September, 2021 12:42 PM IST | Mumbai
Agency

અંચલ ગુપ્તા માત્ર આઠ ધોરણ સુધી જ ભણેલો છે. તેણે રવિવારે અંદાજે ૩૫થી ૪૦ હજાર રૂપિયાની પાણીપૂરી મફતમાં ખવડાવી હતી.

દીકરી જન્મી તો ૪૦,૦૦૦ની પાણીપૂરી ખવડાવી

દીકરી જન્મી તો ૪૦,૦૦૦ની પાણીપૂરી ખવડાવી


ઘરમાં દીકરીનો જન્મ થતાં ભોપાલમાં એક પાણીપૂરીવાળાએ લોકોને મફતમાં પાણીપૂરી ખવડાવીને દીકરા-​દીકરી વચ્ચે ભેદ ન કરવાનો સંદેશો આપ્યો હતો. લગ્ન થયાં ત્યારથી અંચલ 
ગુપ્તાને સંતાનમાં દીકરી થાય એવી ઇચ્છા હતી. બે વર્ષ પહેલાં એક દીકરાનો જન્મ થયો હતો. જોકે આ મહિનાની ૧૭ ઑગસ્ટે પત્નીએ દીકરીને જન્મ આપ્યો. રવિવારે દીકરાની બીજી વર્ષગાંઠના દિવસે ઘરે દીકરી જન્મી છે એની ઘોષણા કરવા માટે તેણે લોકોને મફતમાં પાણીપૂરી ખવડાવી હતી. અંચલ ગુપ્તા માત્ર આઠ ધોરણ સુધી જ ભણેલો છે. તેણે રવિવારે અંદાજે ૩૫થી ૪૦ હજાર રૂપિયાની પાણીપૂરી મફતમાં ખવડાવી હતી. મોટી સંખ્યામાં લોકો પાણીપૂરી ખાવા માટે ભેગા થયા હતા તેમ જ તેને દીકરીના જન્મ બદલ શુભેચ્છા પાઠવવાની સાથોસાથ એની ઉજવણી કરવાની આ પદ્ધતિનાં પણ વખાણ કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 12:42 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK