સ્ત્રીઓની ખતના કરવાની પ્રક્રિયા પર મુકાયેલા પ્રતિબંધને પાછો વાળવાનો આદેશ બહાર પાડ્યો ગૅમ્બિયાએ
What`s Up!
ગૅમ્બિયા દેશ
આફ્રિકાના અનેક દેશોમાં દાયકાઓથી ચાલી આવતી સ્ત્રીઓના શુદ્ધીકરણના નામે ફીમેલ જેનિટલ મ્યુટિલેશન એટલે કે ખતના કરવાની પ્રક્રિયાને ખતમ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી થતી આવી છે. મોટા ભાગના દેશોએ બળજબરીથી સ્ત્રીઓ પર નૉન-મેડિકલ કારણોસર થતી ખતનાની પ્રક્રિયા બદલ સજાની જોગવાઈ કરી છે. પશ્ચિમ આફ્રિકાના ગૅમ્બિયા દેશમાં પણ ખતના કરનારને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો ૨૦૧૫માં ઘડવામાં આવ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે આખી દુનિયા જ્યારે સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસશક્તીકરણના મુદ્દે સ્ત્રીઓને હકો આપવાની વાત કરે છે ત્યાં ગૅમ્બિયાની પાર્લમેન્ટે તાજેતરમાં ફીમેલ સર્કમસિઝન કરવાના પ્રતિબંધને પાછો ખેંચવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.