Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉંદરોની સમસ્યાથી છુટકારો અપાવો, ૧.૩૮ કરોડની નોકરી મેળવો

ઉંદરોની સમસ્યાથી છુટકારો અપાવો, ૧.૩૮ કરોડની નોકરી મેળવો

04 December, 2022 10:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નોકરી કરનારને શહેરી આયોજન, પ્રોજેક્ટ મૅનેજમેન્ટ તથા સરકારી કામનું પીઠબળ મળશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



ન્યુ યૉર્કના મેયર એરિક ઍડમ્સના સત્તાવાર ટ‍્વિટર હૅન્ડલ પર એક પોસ્ટ મુકાઈ છે, જેમાં ઉંદર માટે અત્યંત નફરત ધરાવનારને શહેરના નવા રેટ ઝારની સેવા માટે ૧.૭૦ લાખ ડૉલર (લગભગ ૧.૩૮ કરોડ રૂપિયા) ચૂકવવા તૈયાર છે. આ પદ પર રહેલી વ્યક્તિએ ઉંદરોની સમસ્યાથી શહેરને છુટકારો અપાવવાનો રહેશે. 
મેયર એરિક ઍડમ્સે પહેલી ડિસેમ્બરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ન્યુ યૉર્ક શહેરમાં વધતી જતી ઉંદરોની વસ્તી સામે લડવા માટે તમે ઝનૂન, નિશ્ચય તેમ જ ખૂની વૃત્તિ ધરાવો છો તો તમારા સ્વપ્નની નોકરી તમારા માટે રાહ જોઈ રહી છે. આ નોકરી કરનારને શહેરી આયોજન, પ્રોજેક્ટ મૅનેજમેન્ટ તથા સરકારી કામનું પીઠબળ મળશે.’ 
આ નોકરી મેળવનારે ૯૦ દિવસની અંદર શહેરના રહેવાસી બનવું આવશ્યક છે. વળી તે ગ્રૅજ્યુએટની ડિગ્રી તેમ જ આ કાર્યનો અનુભવ પણ ધરાવતો હોવો જોઈએ. 
‘ન્યુ યૉર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ આઠ મહિનામાં ઉંદરોની વસ્તીમાં ૭૦ ટકાનો વધારો થયા બાદ આ પદ પર નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK