આખા ગામમાં લિટરલી ચાડિયાઓનો મેળો ભરાયો હોય એવો માહોલ ઊભો થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઇટલીના કૅસ્ટલર નામના ગામમાં બે દિવસ પહેલાં ચાડિયાઓનો મેળો યોજાયો હતો. ખેતરમાં ઊભા પાકને પંખીઓ કે જંગલી જાનવરો આવીને ફેંદી ન જાય એ માટે અહીં અતરંગી માનવ-આકૃતિ ઊભી કરવામાં આવે છે. જોકે આ સ્કૅરક્રોઝ સ્થાનિકો માટે માત્ર એક સિક્યૉરિટી ગાર્ડ તરીકે જ નહીં, તેમની અંદરના કલાત્મક વિશ્વને એક્સપ્લોર કરવા માટે પણ બહુ મહત્ત્વનાં છે. અહીં મે મહિનાના ચોથા અઠવાડિયામાં લોકો ગલીઓમાં, પોતાનાં ઘરો અને ખેતરોની બહાર જાતજાતના ચાડિયાઓ ડિઝાઇન કરીને મૂકે છે. આખા ગામમાં લિટરલી ચાડિયાઓનો મેળો ભરાયો હોય એવો માહોલ ઊભો થાય છે.
