આસપાસના ડ્રાઇવરોએ તરત જ મદદ કરીને ડમ્પરના ડ્રાઇવરને નીચે ઉતારવામાં મદદ કરી હતી.
ડમ્પરના ડ્રાઇવરને નીચે ઉતારવામાં મદદ કરી હતી. કાલે મોડી સાંજ સુધી આ ડમ્પર એમ જ રસ્તા પર ઊંચકાયેલું રહ્યું હતું.
મંગળવારે જયપુરના સોડાલા વિસ્તારમાં સવારના ૧૧.૩૦ વાગ્યાના સુમારે મ્યુનિસિપાલિટીનું ડમ્પર અચાનક જ એલિવેટેડ પુલની નીચે ફસાઈ ગયું હતું. ટ્રાફિક બહુ ઓછો હોવાથી ડમ્પરની સ્પીડ પણ સારીએવી હતી, પરંતુ ડમ્પર પુલની નીચેથી જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક હાઇડ્રોલિક જૅક ઉપર ઊઠી ગયો હતો. એને કારણે ડમ્પરનો આગળનો ભાગ લગભગ ૧૫ ફુટ જેટલો ઊંચો થઈ ગયો હતો. ડમ્પરમાં ભરેલો કચરો પાછળ ઢળી પડ્યો હતો. શરૂઆતમાં તો રોડ પરથી જઈ રહેલાં વાહનોને સમજાયું જ નહીં કે અચાનક ડમ્પર કેમ ઊંચું થઈ ગયું, કેમ કે ઉપરથી જતા પુલ સાથે ડમ્પરનો પાછળનો ભાગ ટકરાવાથી ભારે ધમાકા જેવો અવાજ પણ થયો હતો. ગનીમત એ રહી કે પાછળથી આવતી કાર એટલી સ્પીડમાં નહોતી. નહીંતર એ ડમ્પરમાં ઘૂસી ગઈ હોત. આસપાસના ડ્રાઇવરોએ તરત જ મદદ કરીને ડમ્પરના ડ્રાઇવરને નીચે ઉતારવામાં મદદ કરી હતી. કાલે મોડી સાંજ સુધી આ ડમ્પર એમ જ રસ્તા પર ઊંચકાયેલું રહ્યું હતું.


