એને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડે એ હદે તેની હાલત ખરાબ થઈ ગયેલી
મોનિકા મેગચિયાની નામની ૪૮ વર્ષની મહિલા
જેલોમાં બહારનો સામાન અંદર લાવવા માટે ખોટા રસ્તાઓનો ઉપયોગ થવાનું સામાન્ય છે, પરંતુ અમેરિકાના મિશિગનમાં મોનિકા મેગચિયાની નામની ૪૮ વર્ષની મહિલાએ જે કારસ્તાન કર્યું એ અચરજ પમાડનારું છે. મોનિકાને એક ફાર્મસીમાંથી દારૂ ચોરી કરીને ભાગી જવાના આરોપમાં પકડવામાં આવી હતી. દુકાનમાંથી એક વાર દારૂની બોટલ ચોરીને બાથરૂમમાં જઈને તે ગટગટાવી ગઈ હતી. એને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડે એ હદે તેની હાલત ખરાબ થઈ ગયેલી. જોકે એ પછી તેને હૉસ્પિટલમાંથી જ પકડી લેવામાં આવી. જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવી ત્યારે તે બેસવામાં અને ચાલવામાં બહુ અસહજ હતી. તે જેલમાં પહોંચી ત્યારે જેલરની નજરમાં આ બદલાવ આવ્યો અને તેણે તરત જ મહિલા ગાર્ડ પાસે એની તલાશી લેવડાવી તો ખબર પડી કે બહેનના પ્રાઇવેટ પાર્ટમાં અકે દારૂની બૉટલ ભરાવી દીધેલી છે. જ્યારે આ વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ બૉટલ તે જાણીકરીને લાવી હતી જેથી જેલની અંદર પણ તેની દારૂની તલપ શાંત થઈ શકે.
