Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લપસણીની મજા કઈ રીતે લેવી એ મમ્મી રીંછે શીખવ્યું બચ્ચાને

લપસણીની મજા કઈ રીતે લેવી એ મમ્મી રીંછે શીખવ્યું બચ્ચાને

26 September, 2021 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મમ્મા રીંછની જેમ જ મોટી સ્લાઇડ પરથી ઊતરવા જઈ રહેલું બેબી રીંછ મમ્મીને જોઈને નાની સ્લાઇડ પાસે આવીને નીચે ઊતરીને મમ્માને લાડ કરવા માંડે છે. આ પોસ્ટ અત્યાર સુધી ૩.૩ લાખ વખત જોવાઈ છે.

લપસણીની મજા કઈ રીતે લેવી એ મમ્મી રીંછે શીખવ્યું બચ્ચાને

લપસણીની મજા કઈ રીતે લેવી એ મમ્મી રીંછે શીખવ્યું બચ્ચાને


નૉર્થ કૅરોલિનાના એશવિલેમાં ડિક્સન એલિમેન્ટરી સ્કૂલની ટીચર બેસ્ટી સ્ટૉકલેગરે એક વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે, જેમાં એક માદા રીંછ તેના બચ્ચાને રમતના મેદાનમાં સ્લાઇડ પર રમતાં શીખવે છે. ફેસબુક પર પોસ્ટ કરાયેલા આ વિડિયોએ અનેકને આશ્ચર્યમાં નાખવા સહિત અચંબિત કર્યા છે. 
વિડિયોમાં જોઈ શકાય છે કે મમ્મા રીંછ પ્લેગ્રાઉન્ડની સ્લાઇડ પર બેઠું હોય છે. જેવું બેબી રીંછ નાની સ્લાઇડની નીચેથી નીકળીને ઉપર જાય છે કે તરત જ સ્લાઇડ પર બેઠેલી મમ્મા રીંછ ફટાફટ સ્લાઇડથી નીચે ઊતરીને બેબી રીંછને લેવા નાની સ્લાઇડ પાસે જઈને બેસી જાય છે. મમ્મા રીંછની જેમ જ મોટી સ્લાઇડ પરથી ઊતરવા જઈ રહેલું બેબી રીંછ મમ્મીને જોઈને નાની સ્લાઇડ પાસે આવીને નીચે ઊતરીને મમ્માને લાડ કરવા માંડે છે. આ પોસ્ટ અત્યાર સુધી ૩.૩ લાખ વખત જોવાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2021 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK