પાણી કાઢવા જતાં સાપ રોહિતને આંગળીમાં કરડી ગયો હતો.
પાણી કાઢવા જતાં સાપ રોહિતને આંગળીમાં કરડી ગયો હતો
મધ્ય પ્રદેશના ભોપાલ પાસે આવેલા નંગલા ગામમાં રોહિત નામનો એક યુવક રવિવારે ઘરમાં હૅન્ડપમ્પથી પાણી ભરી રહ્યો હતો. તેને ખબર નહોતી કે હૅન્ડપમ્પની નળીમાં સાપ ઘૂસી ગયો છે. પાણી કાઢવા જતાં સાપ રોહિતને આંગળીમાં કરડી ગયો હતો. તેને લાગ્યું કે પાઇપમાં કશુંક છે એટલે તેણે ફરી આંગળી નાખી તો બીજી વાર પણ સાપ કરડ્યો. સાપનો દંશ લાગ્યો હોવાની ખબર પડતાં જ તરત રોહિતના પરિવારજનો પહેલાં તો તેને ભૂવા પાસે લઈ ગયા. ત્યાં સારું થવાને બદલે રોહિત બેભાન થઈ ગયો એટલે તરત લોકો તેને લઈને હૉસ્પિટલમાં ગયા અને ઍન્ટિવેનમનાં ૯ ઇન્જેક્શન લગાવ્યાં હતાં. સોમવારે તેને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં નિદાન થયું કે સાપના ઝેરને કારણે તેના ચોક્કસ ચેતાતંતુ પર અસર પડી છે જેને કારણે તેનો અવાજ બંધ થઈ ગયો છે. અત્યારે તો હવે રોહિતની હાલત સ્થિર છે, પરંતુ તેનો અવાજ જતો રહ્યો છે. ડૉક્ટરનું કહેવું છે કે અમુક ઇન્જેક્શન્સ આપવાથી ધીમે-ધીમે તેનો અવાજ પાછો આવે એવી સંભાવના જરૂર છે, પરંતુ એ માટે થોડો સમય લાગશે.


