પાકિસ્તાનમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યાં છે ત્યારે રાવલપિંડીના ચાહાન ડૅમ નજીક લાઇવ પ્રસારણ વખતે એક ટીવી-પત્રકાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. કૅમેરામાં કેદ થયેલી આ નાટકીય ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.
લાઇવ પ્રસારણ વખતે એક ટીવી-પત્રકાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો
પાકિસ્તાનમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યાં છે ત્યારે રાવલપિંડીના ચાહાન ડૅમ નજીક લાઇવ પ્રસારણ વખતે એક ટીવી-પત્રકાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. કૅમેરામાં કેદ થયેલી આ નાટકીય ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ વિડિયોમાં દેખાય છે કે પત્રકાર ગળા સુધીના પાણીમાં ઊભો રહીને લાઇવ કવરેજ આપી રહ્યો હતો. પત્રકારના હાથમાં માઇક છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં અટવાઈ જાય છે અને જોરથી પાણી સાથે ખેંચાઈ જાય છે. ગયા વર્ષે કમર સુધીના પૂરમાં આવા જ અહેવાલ પછી તે ચર્ચામાં આવ્યો હતો. ગયા વર્ષે પૂરના પાણીમાં રિપોર્ટિંગ કરતો પાકિસ્તાની પત્રકાર (ડાબે) આ વર્ષે આ રીતે જ રિપોર્ટિંગ કરતી વખતે તણાઈ ગયો હતો.

