Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સહરાના રણપ્રદેશમાં રાતોરાત બરફની ટેકરીઓ બની ગઈ

સહરાના રણપ્રદેશમાં રાતોરાત બરફની ટેકરીઓ બની ગઈ

20 January, 2022 08:29 AM IST | Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૨ વર્ષમાં આ પાંચમી વખત નગરમાં બરફ જોવા મળ્યો છે

સહરાના રણપ્રદેશમાં બરફની ટેકરીઓ

Offbeat

સહરાના રણપ્રદેશમાં બરફની ટેકરીઓ


વિશ્વના સૌથી મોટા રણ વિસ્તાર સહરામાં તાપમાન ફ્રીઝિંગ લેવલથી નીચું જતાં આખા રણપ્રદેશ પર બરફની ચાદર બિછાઈ હોય એવું દૃશ્ય સરજાયું હતું. 
ફોટોગ્રાફર કરીમ બુચેતાએ નૉર્થ વેસ્ટર્ન અલ્જિરિયાના આઇન સેફ્રા શહેરમાં બરફ તથા બરફની અદ્ભુત તસવીરો લીધી હતી. અચાનક ઘટી ગયેલા તાપમાનને કારણે બરફની અદ્ભુત પૅટર્ન બની હતી. ૧૯૭૯, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૧માં પણ આ જ પ્રકારની બનેલી ઘટનાઓ સાથે ૪૨ વર્ષમાં આ પાંચમી વખત નગરમાં બરફ જોવા મળ્યો છે.
ધ ગેટવે ટુ ધ ડેઝર્ટ તરીકે ઓળખાતું સેફ્રા દરિયાની સપાટીથી લગભગ ૩૦૦૦ ફીટ ઉપર ઍટલસ પર્વતોથી ઘેરાયેલું છે.
સહારા રણ ઉત્તર આફ્રિકાના મોટા ભાગને આવરી લે છે અને છેલ્લાં કેટલાંક લાખ વર્ષોમાં એમાં તાપમાન અને ભેજમાં અસંખ્ય પરિવર્તનો થયાં છે. જે સહારા આજે ખૂબ જ શુષ્ક છે એ લગભગ ૧૫,૦૦૦ વર્ષોમાં ફરીથી લીલોતરી થવાની ધારણા છે. સહરાના તાજેતરના આ ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 08:29 AM IST | Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK