તાઇવાનની નૅશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાલમાં એક માથાના તાળવામાં રબ કરવાનું સીરમ બનાવ્યું છે. આ સિરમ ૨૦ દિવસ લગાવવાથી વાળ ફરીથી ઊગવા લાગે છે એવો દાવો થઈ રહ્યો છે.
તાઇવાન યુનિવર્સિટી
તાઇવાનની નૅશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાલમાં એક માથાના તાળવામાં રબ કરવાનું સીરમ બનાવ્યું છે. આ સિરમ ૨૦ દિવસ લગાવવાથી વાળ ફરીથી ઊગવા લાગે છે એવો દાવો થઈ રહ્યો છે. આ મનઘડંત વાત નથી, વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને તૈયાર કરેલું સિરમ છે. નિષ્ણાતોએ સિરમ કુદરતી રીતે નૅચરલ ફૅટી ઍસિડથી બનાવ્યું છે જે ત્વચા પર ફૅટી સેલ્સને ઍક્ટિવેટ કરે છે જેથી નવા વાળ જડમાંથી ઊગી શકે છે. નિષ્ણાતોને આ આઇડિયા નૅચરલ પ્રોસેસમાંથી મળ્યો હતો. હાઇપર ટ્રાઇકોસિસ એટલે કે વધુપડતા વાળનો ગ્રોથ થવા માટે જે કેમિકલ-ચેન્જ થાય છે એને નિષ્ણાતોએ લોકલી અપ્લાય કરીને ટાલની જગ્યાએ વાળ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્વચા પર ચોટ કે સોજો આવે એ પછી ટિશ્યુઝ ઠીક થાય એ માટે ચોક્કસ ફૅટી ઍસિડનો ઉપયોગ કરવાથી ત્યાં નવા વાળ ઊગી નીકળે છે. પ્રોફેસર લિને આ સિરમ ખુદ પોતાના પર પ્રયોગ કરીને ૩ જ વીકમાં પોતાની જાંઘ પર વાળ ઉગાડ્યા હતા.


