Taj Hotel Tea Viral Video: એક શખ્સ ચા પીવાના સપનાંને પૂરું કરવા તાજ હોટેલમાં 2124 રૂપિયાની ચાનો ઓર્ડર પણ આપે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ચા એક એવું પીણું છે જે ભારતમાં તો એનું સેવન વ્યસન સુધી પરિણમ્યું છે, અનેક લોકોને તો ચા વગર સવાર જ પડતી નથી. હવે આ ચાને લઈને એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈની વાત કરવામાં આવે તો અનેક રેકડીઓ પર પણ ચા મળે છે. પણ મુંબઈની તાજ હોટલ (Taj Hotel Tea Viral Video)માં એક ચાના કપનો ભાવ કેટલો હોય છે? એ ક્યારેય સામાન્ય માણસ વિચારી પણ ન શકે! તાજેતરમાં જ એક એક મધ્યમ વર્ગના છોકરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 2124 રૂપિયાની ચાનો કપ પીતો જોવા મળી રહ્યો છે.
શું દેખાઈ રહ્યું છે વિડિયોમાં?
ADVERTISEMENT
Taj Hotel Tea Viral Video: તમને જણાવી દઈએ કે આ જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે અદનાન નામનો જે શખ્સ છે તે તાજ હોટલની બહાર ઊભો છે. તે કહી રહ્યો છે કે આ હોટલ ભારતની પહેલી ફાઈવ સ્ટાર હોટલ છે અને અહીં ચા પીવાનું તેનું સપનું હતું. ત્યારબાદ તે હોટલની અંદર જાય છે અને ત્યાંની સુંદરતા અને વિરાસત વિષે પણ વાતો કરે છે.
શૅર કર્યો પોતાનો અનુભવ, રિવ્યુ પણ આપ્યો
View this post on Instagram
પોતાના તાજ હોટેલ (Taj Hotel Tea Viral Video)માં ચા પીવાના સપનાંને પૂરું કરવા તે ત્યાં પહોંચે છે તાજ હોટેલમાં 2124 રૂપિયાની ચાનો ઓર્ડર પણ આપે છે. એટલું જ નહીં તે શખ્સ ચાની સાથે 2 વડાપાવ, 2 ગ્રીલ સેન્ડવિચ અને કાજુકતરી અને ખારી બટરનો પણ ઓર્ડર આપે છે. આ ચા પીધા બાદ અદનાને તેનો રિવ્યુ પણ કર્યો હતો. વળી તે કહે છે કે તેણે અહીં પીધેલી ચાનો સ્વાદ સામાન્ય જ છે અને તેણે તેને 10માંથી આ ચાને માત્ર 5 સ્ટાર જ આપ્યા હતા.
જ્યારથી આ વિડીયો (Taj Hotel Tea Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અદનાન પઠાણ નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. અને કેપ્શનમાં લખ્યું, "તાજ હોટેલ મુંબઈ" આ વીડિયોને અત્યાર સુધીમાં 21 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. અને 13 લાખ 54 હજાર વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.
વીડિયો (Taj Hotel Tea Viral Video) જોયા બાદ યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સ જોવા જેવી છે. એકે લખ્યું કે "ભાઈ, તમને કોણે અંદર આવવા દીધા?" તો અમુક લોકો લખે છે કે “અડધા મહિનાનું રાશન પણ 2100 રૂપિયામાં આવી જાય છે. જ્યારે કેટલાક તો કહી દે છે કે “મુંબઈમાં રહીને પણ અમે આ તાજ હોટલમાંથી ચા નથી પીતા.”