ઇટલીના વેનિસ શહેરના કલા, સંસ્કૃતિ અને સંગીતના વારસાને પુનર્જીવિત કરે છે, જેમાં બેસીને સંગીતકારો સંગીતની ધૂન લહેરાવે છે.
વેનિસનું તરતું વાયોલિન
વેનિસના શિલ્પકાર લિવિયો ડી માર્ચી દ્વારા બનાવવામાં આવેલા નોવાસ વાયોલિન નામના તરતા વાયોલિને ગઈ કાલે પોતાનો પહેલો પ્રવાસ ખેડ્યો હતો. સાડાબાર મીટર લાંબા લાકડામાંથી આ વાયોલિન બનાવવામાં આવ્યું છે જે ઇટલીના વેનિસ શહેરના કલા, સંસ્કૃતિ અને સંગીતના વારસાને પુનર્જીવિત કરે છે, જેમાં બેસીને સંગીતકારો સંગીતની ધૂન લહેરાવે છે.