૨૫થી ૩૦ વાર કૂદકા મારીને એવરેટે કુલ બાવીસ કૅન ક્રશ કર્યાં છે
એવરેટ રૉબિન્સન
નવરા લોકોને ક્યારેક કંઈ જ કામનું ન હોય એવું કૌશલ ડેવલપ કરવાનો બહુ શોખ હોય છે. આવું જ કંઈક અમેરિકાના ફ્લૉરિડાના એવરેટ રૉબિન્સન નામના ઉત્સાહી યુવાને યુનિસાઇકલ એટલે કે એક પૈડાંની સાઇકલ ચલાવવાના પોતાના શોખ સાથે કૅન ક્રશિંગ સ્કિલ ડેવલપ કરીને કર્યું છે. આ સાઇકલ પર કૂદકા મારી-મારીને ભાઈસાહેબ કૅન પર પૈડું ચલાવે છે અને કૅન તૂટી જાય છે. એક મિનિટમાં લગભગ ૨૫થી ૩૦ વાર કૂદકા મારીને એવરેટે કુલ બાવીસ કૅન ક્રશ કર્યાં છે જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં માન્યતા મળી છે.

