Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જંગલી હાથીઓ બે પાળેલી હાથણીઓને ભગાવી ગયા, બે દિવસે પોતે જ પાછી ફરી

જંગલી હાથીઓ બે પાળેલી હાથણીઓને ભગાવી ગયા, બે દિવસે પોતે જ પાછી ફરી

Published : 24 May, 2026 01:30 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે જંગલી હાથીઓ પાર્ટનરની શોધમાં આ તરફ આવ્યા હશે અને આ બન્ને હાથણીઓને આકર્ષીને લઈ ગયા હશે. બાકી હાથી ખૂબ વફાદાર પ્રાણી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નૅશનલ પાર્કની ઝીરના રેન્જમાંથી બે હાથણીઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી એનાથી વનવિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જોકે બે દિવસ પછી આ બન્ને હાથણીઓ પોતાની મેળે નૅશનલ પાર્કમાં પાછી આવી ગઈ હતી. વનવિભાગના અધિકારીઓનું માનવું છે કે આ હાથણીઓ જંગલી હાથીઓના ઝુંડમાં ભળી જઈને જંગલમાં જતી રહી હશે. ઝીરના રેન્જમાં તુંગા અને કપિલા નામની બે હાથણીઓ રેસ્ક્યુ ઑપરેશનમાં કામ કરતી આવી છે. ૨૦૧૬માં કર્ણાટકથી ૧૨થી વધુ હાથીઓને જિમ કૉર્બેટ લાવવામાં આવ્યા હતા જેથી જંગલ અને વન્યજીવોની સુરક્ષા મજબૂત કરી શકાય. થોડા દિવસ પહેલાં તુંગા અને કપિલા રાતના સમયે જંગલની તરફ નીકળી ગઈ હતી. ઘણા સમય સુધી પાછી ન ફરતાં વનવિભાગના અધિકારીઓ એમને શોધવાના કામમાં લાગી ગયા હતા. કર્મચારીઓએ કેટલાય કલાકો સુધી જંગલ ખૂંદ્યું, પણ છેક બે દિવસ સુધી એમનો કોઈ પતો લાગ્યો નહીં. જોકે એ પછી બન્ને હાથણીઓ પોતાની મેળે પાછી આવી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે જંગલી હાથીઓ પાર્ટનરની શોધમાં આ તરફ આવ્યા હશે અને આ બન્ને હાથણીઓને આકર્ષીને લઈ ગયા હશે. બાકી હાથી ખૂબ વફાદાર પ્રાણી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 01:30 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK