સ્કૂટીની ડિકીમાં અને હેલ્મેટની અંદરના ફોમમાં નાનાં સાપોલિયાં જેવા સાપ મળી આવતા હોવાની ઘણી ઘટનાઓ જોવા મળે છે, પણ આ વખતે સોશ્યલ મીડિયા પર બાઇકના એન્જિનમાં ગૂંચળું વળીને પડેલો લગભગ સાત ફુટ લાંબો અજગર જોવા મળ્યો હતો.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
સ્કૂટીની ડિકીમાં અને હેલ્મેટની અંદરના ફોમમાં નાનાં સાપોલિયાં જેવા સાપ મળી આવતા હોવાની ઘણી ઘટનાઓ જોવા મળે છે, પણ આ વખતે સોશ્યલ મીડિયા પર બાઇકના એન્જિનમાં ગૂંચળું વળીને પડેલો લગભગ સાત ફુટ લાંબો અજગર જોવા મળ્યો હતો. વિડિયોમાં એક માણસ બાઇક ચલાવી રહ્યો છે, પણ તેને બૉનેટની નીચેના ભાગમાં કંઈક અજુગતું હોય એવું લાગતાં તે રોકાય છે અને બાઇક ઊભી રાખીને નીચે જુએ છે તો હાંજા ગગડી જાય એવું દૃશ્ય દેખાય છે. તે એન્જિનની અંદર હાથ નાખે છે અને અજગરની પૂંછડી પકડીને ખેંચે છે. અજગરનું મોં એન્જિનમાં ગૂંચળું વળેલું હોવાથી એને બહાર કાઢવા માટે લિટરલી બે હાથે ખેંચવો પડે એમ છે. તે ધીમે-ધીમે ખેંચીને લગભગ છ-સાત ફુટ લાંબા અજગરને બહાર કાઢે છે. આ વિડિયો ક્યાંનો છે અને અજગર બાઇકમાં કઈ રીતે પહોંચ્યો એની કોઈ સ્પષ્ટતા નથી. જોકે બે હાથ અજગરને ખેંચનારા યુવકની હિંમતની લોકો સરાહના કરી રહ્યા છે.

