Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ પેન્સિલ તમારે એક વાર તો ચાખવી જ પડશે

આ પેન્સિલ તમારે એક વાર તો ચાખવી જ પડશે

02 December, 2021 11:53 AM IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પેસ્ટ્રી શેફ અમૌરી ગુઇચોને એક વિડિયો પોસ્ટ કર્યો

પેન્સિલ

પેન્સિલ


ઇન્ટરનેટ આજકાલ ખાવાની ડિશથી ભર્યું પડ્યું છે. કોઈ મૅગીની ફ્યુઝન ડિશ બનાવે છે તો કોઈ રસગુલ્લાની સાથે સહન ન થાય એવાં ચેડાં કરે છે તો પછી બેકર્સ કેમ પાછળ રહી જાય? જોકે એવું નથી કે બેકર્સે ખાવાની વાનગીઓમાં હાથ સાફ ન કર્યો હોય. તેઓ બેકિંગ કરીને અવનવી ચીજો તૈયાર કરે છે જે સામાન્યપણે આપણા રોજબરોજના જીવન સાથે વણાયેલી હોય. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પેસ્ટ્રી શેફ અમૌરી ગુઇચોને એક વિડિયો પોસ્ટ કર્યો છે. વિડિયો લેમનપાઈ પેન્સિલનો છે. આ વિડિયોમાં પેન્સિલ બનાવવાની આખી રીત દર્શાવવામાં આવી છે. ૧૨ કલાક પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૨.૭ લાખ લાઇક્સ મળ્યા છે તેમ જ અસંખ્ય કમેન્ટ્સ મળી છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2021 11:53 AM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK