૨૦૨૪માં અભિષેક શર્માએ ભારતીય બૅટર તરીકે ૮૭ સિક્સર ફટકારી હતી. આ વર્ષે તેણે T20 ક્રિકેટમાં ૧૪૯૯ રન કર્યા છે જેમાંથી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક સદી અને બે ફિફ્ટીના આધારે ૩૦૪ રન કર્યા છે.
અભિષેક શર્મા
સ્ટાર ભારતીય બૅટ્સમૅન અભિષેક શર્માએ આ વર્ષે T20માં પોતાનું પ્રભાવશાળી ફૉર્મ ચાલુ રાખ્યું છે. તે એક કૅલેન્ડર વર્ષમાં ૧૦૦ સિક્સર ફટકારનાર ભારતનો પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. તેણે ગઈ કાલે સર્વિસિસ ટીમ સામેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં ૩૪ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સરની મદદથી ૬૨ રનની ઇનિંગ્સ રમીને આ રેકૉર્ડ કર્યો હતો.
૨૦૨૪માં અભિષેક શર્માએ ભારતીય બૅટર તરીકે ૮૭ સિક્સર ફટકારી હતી. આ વર્ષે તેણે T20 ક્રિકેટમાં ૧૪૯૯ રન કર્યા છે જેમાંથી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક સદી અને બે ફિફ્ટીના આધારે ૩૦૪ રન કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝનો ખતરનાક ઑલરાઉન્ડ ક્રિસ ગેઇલ સૌથી વધુ ૬ વખત એક વર્ષમાં સિક્સરની સેન્ચુરી કરી ચૂક્યો છે.


